તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 1st November 2024
મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ.
મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રન ફોર યુનિટી, શપથ ગ્રહણ, સ્પોર્ટસ એક્ટિવિટી જેવા અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
જેના ભાગરૂપે આજરોજ તારીખ 30 ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત ભારતની એકતા અને અખંડિતતા જાળવવા મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, નાયબ કલેકટર દુદકીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, તમામ શાખાના જે- તે સંબંધિત અધિકારીગણ અને કર્મચારીઓ તેમજ કચેરીના માહિતી મદદનીશ જે.કે.મહેતા, માહિતી મદદનીશ બી.એન.જાડેજા, બી.વી.ફૂલતરીયા, પ્રવીણ સનાળીયા, આનંદ ગઢવી, જય રાજપરા, જયેશ વ્યાસ, કિશોરપરી ગોસ્વામી અને અજય મુછડીયા હાજર રહ્યા
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
