તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 1st November 2024
મોરબીમાં રન ફોર યુનિટી કાર્યક્રમમાં સાત વર્ષના પાર્થ સરડવાએ સમૂહ પ્રતિજ્ઞામાં ભાગ લીધો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા આયોજિત રન ફોર યુનિટી કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અનુસંધાને નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુથી ઉમિયા સર્કલ સુધી સવારે ૭:૩૦ વાગ્યે સરદાર સાહેબના સ્ટેચ્યુ ને વંદન કરી સમૂહમાં પ્રતિજ્ઞા લઈ સાત વર્ષના મંત્ર પાર્થભાઈ સરડવા તે ( મણિલાલ વી. સરડવા ના પૌત્ર, પુર્વ પ્રમુખ મોરબી જિ.પ્રા. શિ.સંઘ ) એ ભાગ લઈ હાજર સર્વે લોકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ તકે ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી ડૉ. ભાડેસિયા સાહેબ, કલેકટર મોરબી કે. બી. ઝવેરી, એસ પી રાહુલ ત્રિપાઠી તેમજ મોરબી તાલુકા ભા.જ.પ. પ્રમુખ સહિતનાઓએ સાત વર્ષના બાળકને રાષ્ટ્રીય એકતા દોડમાં ભાગ લેવા બદલ મંત્રને અભિનંદન પાઠવી શાબાશી આપી હતી.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
