<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

માટેલમાં યુવાનને હડકવા ઉપડતા બે વ્યક્તિને બચકા ભરી લીધા.

યુવાનને બે દિવસ પૂર્વે કુતરું કરડ્યું હોય અને બાદમાં યુવાનને હડકવા ઉપડતા બે વ્યક્તિને બચકા ભર્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ ગામે યુવાનને બે દિવસ પૂર્વે કુતરું કરડ્યું હોય અને બાદમાં યુવાનને હડકવા ઉપડતા બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા.


માટેલમાં એક ૩૫ વર્ષના યુવાનને ૨-૩ દિવસ પૂર્વે હડકાયું કુતરું કરડ્યું હતું અને ગઈકાલે યુવાનને હડકવાની અસર શરુ થઇ હતી મોડી સાંજના સમયે યુવાને હડકવાની અસર થઇ હોવાથી બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા જેથી ગામમાં ભયનો માહોલ છવાયો હતો ગ્રામજનોએ યુવાનના હાથ-પગ બાંધી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં રીફર કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે

(12:25 AM IST)