News of Friday, 1st November 2024
પાલીતાણામાં વિશ્વવિખ્યાત શ્રી કાળભૈરવ મંદિર ખાતે યજ્ઞમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોડાયા
પાલીતાણાના રાજવી બહાદુરસિંહજીને સ્વપ્નમાં આવી ને પાલીતાણાની જનતાની રક્ષા કાજે દાદા અહી બિરાજમાન થયા: જે ગ્રામદેવ છે

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર: પાલીતાણામાં આવેલા ૧૨૫ વર્ષ પુરાણા શ્રી કાળ ભૈરવ મંદિરે કાળી ચૌદસની રાત્રીના શ્રી કાળભૈરવ દાદા ના મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનાર્થે સેલીબ્રીટી, ઉદ્યોગપતિ ,રાજકીય આગેવાનો અને સાધુ-સંતો પધાર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ વર્ષે પણ યજ્ઞમાં હાજરી આપવા આવ્યા હતા.
સનાતન ધર્મમાં ૪ રાત્રીનું મહત્વ છે. શિવરાત્રી, નવરાત્રી, મોહરાત્રી, કાળરાત્રી. તેમાં કાળરાત્રીને કાળી ચૌદશ કહેવાય છે. પાંચ જ્ઞાનેન્દ્રીય પાંચ કર્મેન્દ્રીય મન-બુધ્ધી-ચીત-અહંકાર કુલ ૧૪ થાય છે. આ ચૌદને જીત્યા પછી જ જીવનમાં દીવાળી આવે છે. કાળ રાત્રીએ સાધકો માટે ઉત્તમ રાત્રી ગણાય છે. ત્યારે સમગ્ર ભારતમાં શ્રી કાલભૈરવના ચાર જ મંદિર આવેલા છે જેમાં કાશી (બનારસ), ઉજ્જૈન, ઇન્દૌર, ગુજરાતમાં-પાલીતાણામાં છે. પાલીતાણાના કાળભૈરવ મંદિરને ૧રપ પુરાણું છે અને જે દેશભરમાં પ્રથમ કક્ષાનું છે. અહી પુરાકદની કાલભૈરવદાદાની પ્રતિમાજી બીરાજે છે. જે પુરા ભૈરવ કહેવાય છે.પાલીતાણા ના રાજવી બહાદુરસિંહજીને સ્વપ્નમાં આવી ને પાલીતાણાની જનતાની રક્ષા કાજે આ દાદા અહી બિરાજમાન થયા છે અને જે ગ્રામદેવ છે.
અહી પરંપરાગત પ્રતિ વર્ષ શ્રી કાલભૈરવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. કાલભૈરવ મંદિરને દિવાળી ના પર્વમાં રોશની થી સુશોભિત કરવામાં આવે છે. આજના દિવસે યોજાતા મહાયજ્ઞની વિશિષ્ટતા એ છે કે જેમાં શાબર મંત્રથી સંપુટ યજ્ઞ થાય છે. કાળીચૌદશના રાત્રીના ૮ કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થઈ રાત્રીના ૧ર કલાકે સમાપન થાય છે. અહી એક વિશાળ હવનકુંડ બનાવવામાં આવે જેમાં એક સાથે ૭૦ થી ૮૦ ભક્તો યજ્ઞમાં બેસી શકે છે. આ યજ્ઞમાં કાળા વસ્ત્રો પહેરીને જ આહુતી આપવાની હોય છે. કાલભૈરવ દાદા નો આજનો હવન એ વિશેષ ફળદાયી અને કષ્ટ નિવારક છે માટે દરેક ધર્મપ્રેમી ભકતજનોને આ જ્ઞાનયજ્ઞમાં આહુતી આપવા તથા દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આવે છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
