<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

જામનગરમાં ફટાકડાના કારણે ર જુથ વચ્‍ચે ઘબઘબાટીઃ ૭ લોકો ઘવાયા

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બંન્ને જૂથના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

જામનગરઃ રાજ્યમાં કેટલીકવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જામનગરમાં પણ આવી જ એક જૂથ અથડામણની ઘટના બની છે. દિવાળીના ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બંન્ને જૂથના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ જામનગર શહેર પોલીસ ટીમ દોડી આવી હતી. પોલીસ દ્વારા 2 પક્ષ સામે વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

(3:09 PM IST)