હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બી.એ.પી.એસ અક્ષર મંદિર ખાતે ભવ્ય અન્નકુટોત્સવ ઉજવાશે. તડામાર પૂર્વ તૈયારી.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ કાલે નૂતન વર્ષે શનિવારના રોજ ધામધૂમ પૂર્વક ભવ્યતાથી આ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ભારતીય હિન્દુ સંસ્કૃતિ પરંપરાગત પોતાના ઇષ્ટદેવને ભગવાનને કેન્દ્રમાં રાખીને દરેક ઉત્સવો ઉજવે છે. તેમાં સમગ્ર ભારત વર્ષમાં હિન્દુ મંદિરોમાં ભગવાનને નવા વર્ષે અન્નકૂટ ધરાવવામાં આવે છે.
તે જ પ્રણાલીગત બી.એ.પી.એસ સંસ્થાના મંદિરોમાં પણ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. શ્રી કૃષ્ણ ભગવાને ગોકુળમાં ઇન્દ્રપૂજાને બદલે ગોકુળની ગાયો , વૃક્ષો, ગોવર્ધન પર્વત પૂજાવો જોઈએ તેવા પ્રકૃતિ પ્રેમ સાથે તેમણે ગોકુળમાં ગોવર્ધન પૂજા કરેલી. ત્યારથી આપણે ત્યાં હિન્દુ ધર્મમાં ગોવર્ધન પર્વતની જેમ મિષ્ટાન્ન ફરસાણના સગ ચડાવીને ભગવાનને અન્નકૂટ ધારાવાય છે.
બી.એ.પી.એસ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આવતી કાલે નૂતન વર્ષે તા.૨/૧૧/૨૦૨૪ શનિવારના રોજ ધામધૂમ પૂર્વક ભવ્યતાથી આ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. આ અન્નકૂટ ઉત્સવની પૂર્વ તૈયારી છેલ્લા ૧૫ દિવસથી પુરુષ તથા મહિલા હરિભક્તો તેમજ બાળકો અને યુવાનો દ્વારા ઉત્સાહ ઉમંગપૂર્વક થઈ રહી છે. અન્નકુટમાં ભગવાન માટે જલેબી, સાટા, મેસુબ, બરફી, બાલુશાહી વગેરે વિવિધ મિષ્ટાન્ન તથા ખાજલી, ફાફડા ગાંઠિયા, વગેરે ફરસાણો સંતો બ્રાહ્મણો દ્વારા તૈયાર થઈ રહ્યા છે. અને તે વાનગીઓના થાળ પુરુષ મહિલાઓ તથા યુવકો દ્વારા ગોઠવાઈ સજાવાય રહ્યા છે. વિવિધ પ્રકારના શરબતો અને બેકરી આઈટમો પણ તેમાં સામેલ હશે. કુલ મળીને આશરે ૧૨૦૦ ઉપરાંત વિવિધ વાનગીઓનો આ અન્નકૂટ ઉત્સવ હશે. આશરે ૧૫૦ ઉપરાંત યુવા, બાળકો ,હરિભક્તો આ વિવિધ વાનગીઓના થાળને મંદિર પર ચડાવશે જ્યાં સંતો અને યુવકો આ વિવિધ વાનગીઓ મંદિરમાં ઠાકોરજીના ત્રણે ખંડોમાં ભક્તિ ભાવપૂર્વક ગોઠવશે. ત્યારબાદ સંતો યુવકો દ્વારા પાંચથી છ થાળના કીર્તનો ભક્તિ ભાવપૂર્વક ગવાશે. સંતો મહાનુભાવો દ્વારા માટીમાંથી બનાવેલા ગોવર્ધન પર્વતની પૂજા થશે અને સહુ અંતે ઠાકોરજીની મહાઆરતીમાં જોડાશે. સહુ ભાવિક ભક્તોને આ અન્નકૂટ ઉત્સવનાં દર્શનનો લાભ સમગ્ર દિવસ દરમિયાન સવારે ૧૦: ૩૦ વાગ્યાથી સાંજના ૦૭:૦૦ વાગ્યા સુધી પ્રાપ્ત થશે. જૂનાગઢની ભાવિક જનતાને પૂજ્ય કોઠારી ધર્મવિનયદાસજીએ દર્શનાર્થે પધારવા ખાસ આમંત્રણ આપ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
