<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

રવિવારે જૂનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન

રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે સ્નેહે મિલન યોજાશે

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : શ્રી રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જૂનાગઢ દ્વારા આ નૂતન વર્ષ નિમિત્તે જૂનાગઢ શહેરમાં વસતા સૌ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના પરિવારના  સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
      તો આપ સૌ જ્ઞાતિજનોએ સહ પરિવાર તારીખ 3/11/2024 ને રવિવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે નૂતન વર્ષ નિમિત્તે આયોજિત જ્ઞાતિ સ્નેહ મિલન કાર્યક્રમમાં પધારવા હાર્દિક વિનંતી સહ આમંત્રણ છે.
અલ્પાહાર સાથે લેશું તેમ શ્રી રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના મોભી અશોકભાઈ પંડ્યા અને પ્રમુખ કમલેશભાઈ ભરાડએ જણાવ્યું છે.

(8:49 PM IST)