News of Saturday, 2nd November 2024
બબાલ / અમરેલીના પીપળીયામાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ધીંગાણું, 12થી વધુ ઘાયલ, ઘણા ગંભીર

બાબરાના ગમા પીપળીયા ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થતાં 12 જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ છેઅમરેલીમાં બાબરાના ગમા પીપળીયા ગામમાં જૂથ અથડામણ થયું છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ થતાં માહોલ ગરમાયો હતો. પાપ્ત વિગતો મુજબ જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થીગાણું સર્જાયું હતું. જેમાં 12 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે.12 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા
જૂથ અથડામણમાં 12 જેટલા વ્યક્તિઓ ઈજાગ્ર્ત થયા છે. જે તમામને બાબરા અને અમરેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે. સાથો સાથ તે દિશામાં તપાસ હાથ ધરી છે. વિગતો મુજબ એક જ જ્ઞાતિના બે જૂથ કોઈ અદાવતને લઈ મોટી બબાલ થઈ હતી. જેમાં લોકોને નાની મોટી ઈજા પહોંચી છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
