News of Saturday, 2nd November 2024
કચ્છના ભુજપુરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા, રૂપિયાની લેતીદેતીમાં મિત્રો કાળ બન્યાં

ભુજ : રાજ્યમાં કાયદાનો ડર દિવસેને દિવસે ઘટતો જતો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે મારામારી, લૂંટફાટ અને હત્યાના બનાવોના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે તાજેતરમાં મુન્દ્રામાં હત્યાના બનાવને લઇ ગામમાં સનસનાટી વ્યાપી ગઇ હતી.
મળતી માહિતી મુજબ કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે 28 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં થયેલ આ ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઇ હતી.
ભજપુર ગામમાં આ ઘટના બનતા ગામ અને તાલુકાના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત મુન્દ્રા તાલુકાના સામાજિક આગેવાનો અને કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે હત્યાને લઇ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
