<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પોરબંદરમાં 8 લોકોને નડ્યો અકસ્માત, એક વૃદ્ધનું મૃત્યુ, 5 લોકોને ઈજા

નવા વર્ષના દિવસે રાણાબોરડીથી બળેજ દર્શન કરવા જતા વેળાએ દુર્ઘટના સર્જાય : 61 વર્ષીય પોલાભાઈ કોડીયાતર નામના વૃદ્ધનું મોત :તમામ ઇજાગ્રસ્‍તોને 108 મારફત ભાવસિંહજી હોસ્‍પિટલમાં ખસેડાયા

 

પોરબંદર :તહેવારના ટાણે રાજ્યમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો હતો. જેમાં પોરબંદરના રાતીય નેસ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાણાબોરડી ગામેથી બળેજ ગામે દર્શન કરવા જતાં 8 લોકોને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની સ્થિતી એટલી ગંભીર હતી કે ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું હતું. ઉપરાંત 5 લોકોને ઇજા થતાં 108 મારફત પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી. પરંતુ આ ઘટનામાં ગાડી રસ્તાની નીચ ઉતરી ગઇ હતી.

ઘટનામાં 61 વર્ષીય પોલાભાઈ કોડીયાતર નામના વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થયો હતો. નવા વર્ષના દિવસે રાણાબોરડીથી બળેજ દર્શન કરવા જતા વેળાએ જ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

(5:21 PM IST)