News of Saturday, 2nd November 2024
હળવદના કોયબા ગામે વાડીના કુવામાં ડુબી જવાથી બાળકીનું મોત

મોરબી :હળવદ તાલુકાના કોયબા ગામે વાડીએ આવેલ કુવામાં પડી જવાથી બાળકીનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કોયબા ગામે અનિલભાઈ ગોપાલભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગુમાનસિંહ રાઠવાની 13 વર્ષની દીકરી કૈલાસબેન કોઈ કારણોસર વાડીએ આવેલ પાણી ભરેલા કુવામાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનનું મોત
ટંકારા તાલુકાના જીવાપર ગામે મનસુખભાઈ લક્ષ્મણભાઈ મુછાળાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ ઘોરચંદભાઈ બાંભણીયા (26) નામનો યુવાન વાડીએ સૂતો હતો દરમિયાન સવારે ચારેક વાગ્યે તેને ઉઠાડવા જતા ઉઠતો ન હતો જેથી કરીને તેને મૃત હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
