હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધાંગધ્રામાં નવા વર્ષનાં પ્રથમ દિવસે બે જૂથ વચ્ચે અથડામણ :નરસિંહપરા વિસ્તારમાં એસિડ એટેક સાથે પથ્થરમારો કરાયો
દુકાનમાં બાકીમાં વસ્તુ આપવાની ના પાડતા બે જૂથો વચ્ચે ધીંગાણું : બે જૂથોનાં 12 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરનાં ધાંગધ્રામાં નવા વર્ષનાં પ્રથમ દિવસે જૂથ અથડામણ થવા પામી હતી. દુકાનમાં બાકીમાં વસ્તુ આપવાની ના પાડતા બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી. નરસિંહપરા વિસ્તારમાં એસિડ એટેક સાથે પથ્થરમારો કરાયો હતો. ધ્રાંગધ્રામાં તહેવાર સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી.
આ જૂથ અથડામણ બાદ ફરિયાદ નોંધાવવા પામી હતી. બંદૂક બતાવીને ધમકી અપાયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બે જૂથો સામાન્ય બાબતે સામ સામે આવી જતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી. બે જૂથોનાં 12 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો હતો.
બીજીતરફ મળતી માહિતી મુજબ કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે 28 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં થયેલ આ ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઇ હતી. ભજપુર ગામમાં આ ઘટના બનતા ગામ અને તાલુકાના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત મુન્દ્રા તાલુકાના સામાજિક આગેવાનો અને કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે હત્યાને લઇ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
