હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 3rd November 2024
કાલાવડના નવા રણુજા ધામમાં ભાઈબીજ નિમિતે રામાપીરના દર્શન માટે સવારથી ભક્તો ઉમટયા
નવા રણુજા ધામમાં રામાપીરને ખાસ અન્નકૂટ ધરાવવામાં આવ્યા :દર્શન માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા:પ્રસાદીનો પણ ખાસ લાભ લીધો

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલ નવા રણુજા ધામ ખાતે ભાઈબીજ નિમિત્તે સવારથી જ ભક્તોએ રામાપીરના દર્શન માટે કતારો લગાવી હતી. બીજ હોવાથી રામાપીરના દર્શન માટે લોકો 12 મહિના દરમિયાન તમામ બીજે આ દિવસે ખાસ આવતા હોય છે. નુતન વર્ષ અને દિવાળીના વેકેશન ચાલી રહ્યા છે. ત્યારે ભાઈ બીજ નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ ફરવા નીકળે છે ત્યારે ધાર્મિક સ્થળોએ પણ ભીડ જોવા મળી છે.
જામનગરના કાલાવડ ખાતે આવેલ નવા રણુજા ધામ માં રામાપીર ને ખાસ અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને પ્રસાદીનો પણ ખાસ લાભ લીધો હતો. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
