News of Monday, 4th November 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ૨૦૦ કિલો ગુલાબ-ગલગોટાના ફુલનો શણગાર : દિવાળી-નુતન વર્ષ પવૅમા ભાવિકો ઉમટયા
સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા અને શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ તા.૪ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-ગલગોટાના ફુલનો શણગાર કરાયો હતો.
સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર હનુમાનજીદાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે, ભાઈ બીજે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોશી વર્કના વાઘા પહેરાવાયા હતા. આ સાથે દાદાના સિંહાસને 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કરાયો હતો.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
