<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

હવે ભાવનગર જિલ્લામાં નકલી પોલીસ! વાહન અટકાવીને પૂછપરછ કરતો હતો : જુઓ વિડિઓ

ભાવનગર જિલ્લામાં નકલી પોલીસનો પર્દાફાશ થયો: વાયરલ વીડિયો ગારીયાધાર તાલુકાનો હોવાનું પ્રાથમિક અનુમાન

ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર જામી છે, અનેક જગ્યાએથી આવા કેસો સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે, ભાવનગર જિલ્લામાં નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. કેટલાક લોકો નકલી પોલીસ બનીને ભાવનગરમાં વાહન રોકીને પૂછપરછ કરતા હોય તેવો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

   વીડિયોની વાત કરવામાં આવે તો બે નકલી પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ રાહદારીઓ સાથે પૂછપરછ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ બાઈક ચાલકો પાસે લાયસન્સ પણ માંગ્યા હોવાનું વીડિયોમાં ચર્ચાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયો ભાવનગરના ગારીયાધાર તાલુકાનો હોવાનું જણાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં લોકો કહીં રહ્યાં છે કે, એક વ્યક્તિ પોતાને પીએસઆઈ ગણાવીને લોકોની પૂછપરછ કરી રહ્યો હતો, એટલું જ નહીં પરંતુ તેની સાથે રહેલા એક વ્યક્તિએ તો લોકોની તપાસ પણ કરી હતી. જોકે, ત્યાં હાજર લોકોએ આ નકલી પોલીસનો વીડિયો બનાવી દીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

    ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થો, નકલી કચેરી અને નકલી અધિકારી બાદ હવે નકલી પોલીસ પણ ઝડપાઈ છે. અત્યારે લોકો માંગણી કરી રહ્યાં છે કે, આ નકલી પોલીસ બનીને ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ નકલી પોલીસ બનીને ફરતા આ લોકો પાસે જે ગાડી હતી તેના પર GOVT.OF.GUJARAT (U.T) લખેલું હોય તેવું વીડિયોમાં જોવા મળ્યું છે. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. અન્યથા આવા વ્યક્તિઓ સામાન્ય લોકોને લૂંટતા રહેશે અને તેના કારણે ગુજરાતના સાચી પોલીસ બદનામ થશે. આ નકલી પોલીસને વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જો કે, આ વાયરલ વીડિયોની અમો પુષ્ટિ કરતા નથી.

(6:24 PM IST)