News of Tuesday, 5th November 2024
કચ્છના રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા ૪ ના મોત : જુઓ વિડિયો
થાનપર (ગેડી) ગામે ખેતરમાં કપાસ વીણવા મજૂરી કામે રાજસ્થાનના અલવરથી આવેલ મુસ્લિમ પરિવારના ૪ વ્યક્તિનો ભોગ લેવાતા અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : કચ્છના રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં ૪ જણના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે બે જણને બચાવવા જતાં અન્ય બે ના પણ મોત થયા હતા.
થાનપર (ગેડી) ગામે ખેતરમાં કપાસ વીણવા મજૂરી કામે રાજસ્થાનના અલવરથી આવેલ મુસ્લિમ પરિવારના ૪ જણાના નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજતાં માતમ છવાયો છે.
ગઈકાલે ૧૭ વર્ષીય અનુજા કાલુખાન જોગી અને ૪૦ વર્ષીય શેરસિંગ બાબુભાઈ જોગીના મૃતદેહ મળી આવ્યા બાદ આજે ૩૬ વર્ષીય શબાના મોસમ જોગી અને ૨૧ વર્ષીય સબીર કાલુખાન જોગીની લાશ મળી આવી છે. આ બનાવને પગલે રાપર પોલીસ, મામલતદાર, તા.વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. (તસવીર: મુકેશ રાજગોર, કચ્છ)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
