<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

અમૃતવેલ ખાતે શ્રીમદ્ ભાગવતમ્ મહોત્સવમાં શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ તથા ગામ પરિવાર, યુવા ગૃપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ અને ફૂલહારથી સન્માન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રીમદ્ ભાગવતમ્ કથા વ્યાસપીઠને શ્રદ્ધા ભાવ સાથે શીશ ઝુકાવી વંદન - નમન કર્યા

અમરેલી તા.૦૫  :  નૂતન વર્ષના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર, અમૃતવેલ-સાવરકુંડલા ખાતે શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ તથા ગામ પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવતમ્ કથા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. 

કથા મહોત્સવમાં આગમન વેળાએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજુલા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ દ્વારા ફૂલ અને શાલથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

અમરેલી જિલ્લા સહિત ભાવિક ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર એવાં શ્રી ખોડિયાર માતાજી મંદિર-અમૃતવેલ,સાવરકુંડલા ખાતે કથા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રીએ વ્યાસપીઠને શીશ નમાવીને નતમસ્તક વંદન કર્યા હતા.

વિખ્યાત કથાકાર શ્રી જિગ્નેશ દાદાએ ફૂલહાર અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માસભર સ્વાગત અભિવાદન કર્યું હતું. 

શ્રીમદ્ ભાગવતમ્ સપ્તાહમાં શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ તથા ગામ પરિવાર અને યુવા ગૃપ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ, ફૂલહાર અને સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધા ભાવ સાથે કથાશ્રવણ કર્યું હતું.

સાવરકુંડલાના અમૃતવેલ ખાતે શ્રીમદ્ ભાગવતમ્ કથા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત વેળાએ અમરેલી સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ઠકકર બાપા નગર, અમદાવાદ ધારાસભ્ય કંચનબેન રાદડિયા, અમરેલી જિલ્લાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવિયા, 

જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, રાજુલા પ્રાન્ત અધિકારી શ્રી, શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અરવિંદ ભાઈ સાવલિયા, જયસુખ ભાઈ સાવલિયા, બાબુભાઈ સાવલિયા, અશ્વિનભાઈ સાવલિયા, રાકેશભાઈ સાવલિયા, રણછોડભાઈ સાવલિયા તથા અમૃતવેલ ગામ પરિવારના વડીલશ્રીઓ, અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા,  સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(2:29 PM IST)