<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

વાંકાનેરના પાડધરા ગામે ઉંચાઈથી પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી બાઘાભાઈ ડેણીયાનુ મોત

વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી : આધેડના મોતથી પરિવારમાં અરેરાટી

 વાંકાનેર તા.૫ : પાડધરા ગામે બેલાની ખાણમાં ઉંચાઈ પરથી નીચે પાણી ભરેલ ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જતા ૫૦ વર્ષીય પૌઢનું મોત થયું છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પાડધરા ગામે રહેતા બાઘાભાઇ જાદુભાઈ ડેણીયા (ઉ.વ.૫૦) નામના આધેડ ગત તા. ૦૩ ના રોજ અકસ્માતે બેલાની ખાણમાં ઉંચાઈ પરથી નીચે પાણી ભરેલ ખાડામાં પડી જતા ડૂબી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

(6:19 PM IST)