News of Tuesday, 5th November 2024
કચ્છના ચર્ચાસ્પદ હનીટ્રેપ ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર મહિલા વકીલ કોમલ જેઠવા ભુજથી ઝડપાઇ
નખત્રાણા પોલીસ મથકે રૂપિયા પડાવવા માટે દિલીપ ગાગલને હની ટ્રેપ કરવાનું કાવતરું ઘડીને તેને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ હતી

ભુજ: એશિયાના સૌથી ધનાઢ્ય માધાપર ગામના જાણીતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી દિલીપ ગાગલ પાસેથી ચાર કરોડ રૂપિયા પડાવવા અમદાવાદની યુવતી મારફતે હની ટ્રેપ કરી, બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી મરવા માટે મજબૂર કરવાના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા ગુનામાં પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ દોઢ વર્ષે અંજારની ધારાશાસ્ત્રી કોમલ દયારામ જેઠવાને ભુજથી ઝડપી પાડી છે.
કોમલ અને તેના સાગરીત વકીલ એવા આકાશ મકવાણા સહિતના દસથી વધુ આરોપીઓ વિરુદ્ધ ગત 5મી જૂન 2023ના રોજ નખત્રાણા પોલીસ મથકે રૂપિયા પડાવવા માટે દિલીપ ગાગલને હની ટ્રેપ કરવાનું કાવતરું ઘડીને તેને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ પ્રકરણમાં કોમલ જેઠવા સાથે કુલ ચાર વકીલોના નામ આરોપી તરીકે બહાર આવતાં કચ્છના વકીલ આલમમાં ચકચાર પ્રસરી હતી. અગાઉ પોલીસ ભુજના વકીલ વી.આર. જાડેજા, કોમલના સાથીદાર આકાશ મકવાણા અને કુખ્યાત મનીષા ગોસ્વામીના વકીલ આસિફ અન્સારીની ધરપકડ કરી ચૂકી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
