<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દીપોત્સવી સ્નેહમિલન, પાટકોરીનું આયોજન કરાયું

ભજનિક જીતુગીરીબાપુ, પીયુષ મિસ્ત્રી, નૈતિક વ્યાસ, સાહિત્યકાર રાજેશભાઈ ગઢવી, તેમજ અક્ષય જાની એન્ડ ગ્રુપે સંગીતની રસ લહાણ પીરસી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  મોરબી કચ્છ લોકસભા વિસ્તારના રહેવાસીઓને દીપોત્સવ  તેમજ નુતનવર્ષ ની હાર્દિક શુભકામનાઓ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભાઈબીજ રવિવારે તેમના માદરે વતન નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામે શ્રી રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, સ્નેહમિલન, સંતવાણીતથા સ્નેહ ભોજન નું આયોજન કરવામાં આવેલ.

    જેમાં મહાનુભાવો, સંગઠન તથા જાહેર જનતા ને નિમંત્રણ પાઠવામાં આવેલ, બહોળી સંખ્યામાં પધારેલ સ્નેહીજનો એ વિનોદભાઈ ચાવડા ને રૂબરૂ શુભેચ્છા પાઠવેલ તથા સંતવાણીનો લાભ  લીધો હતો. જેમાં ભજનિક જીતુગીરીબાપુ, પીયુષ મિસ્ત્રી, નૈતિક વ્યાસ, સાહિત્યકાર રાજેશભાઈ ગઢવી, તેમજ અક્ષય જાની એન્ડ ગ્રુપે સંગીતની રસ લહાણ પીરસી હતી,

ઉપસ્થિત મહાનુભાવો માં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા, પ્રધ્યુમનસિંહ જાડેજા, પ્રમુખશ્રી મોરબી જીલ્લા ભાજપ રણછોડ દલવાડી, પ્રમુખશ્રી ભુજ નગર પાલિકા રશ્મિબેન સોલંકી, હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, પ્રકાસભાઈ મહેશ્વરી, જયંતીભાઈ વાઘેલા, શામજીભાઈ વાણીયા, નરેશભાઈ મહેશ્વરી પ્રવીણભાઈ વાણીયા, પૂ. ચંદ્રદાસ બાપુ, પૂ.મહાવીરગીરી બાપુ, પૂ. પ્રેમાનંદ ગીરીજી, પૂ. ગોવિંદા ગીરીજી, પૂ. ચારણ ઋષિ મોગલ કુળ (મોગલાધામ) ભા, પૂ. જગદીશ બાપુ, પૂ.કોઠારી દેવ પ્રકાસજી, પૂ. સદગુરુ સ્વામી, પૂ. કેશવપ્રિય  સ્વામી, ધર્મેન્દ્ર ગોહિલ, જયસુખ પટેલ, વસન્ત વાઘેલા, રાજેશભાઈ પલન, ધર્મેન્દ્રગીરી , રમેશભાઈ મહેશ્વરી, યોગેશભાઈ ત્રિવેદી, શંકર પરમાર, મીઠુંભાઈ વાઘેલા, કિશોરસિંહ પરમાર તથા મુન્દ્રા ટીમ, મ્યાજર છાંગા, કેશવજી રોશિયા, શ્રી વાસણભાઈ આહીર, પૂ. દેવનાથ બાપુ , કચ્છ જીલ્લા ભાજપ સંગઠન પધાધિકારી  કાર્યકર જનતા જનાર્દન વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસદ વિનોદભાઈ ચાવડાને શુભેચ્છા પાઠવી હતી.

(9:23 AM IST)