News of Wednesday, 6th November 2024
બેન્કમાંથી નાણાં લઇ ઘરે જતાં વાડીનારના મુસ્લિમ વૃધ્ધનું રસ્તામાં પડી જતા મોતઃ કલ્યાણપુરના રાજપરા ગામે વિજશોકથી યુવાનનું મોત

જામખંભાળિયા તા.૬ : વાડીનાર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ ભાયા નામના ૭૨ વર્ષના વળદ્ધ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડીને જઈ રહ્યા હતા, ત્યારે અહીંના રેલવે સ્ટેશન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી નીકળતા તેઓ કોઈ કારણોસર રસ્તા ઉપર પટકાઈ ગયા હતા. જેથી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સબીરભાઈ કાસમભાઈ ભાયાએ અહીંની પોલીસને કરી છે.
યુવાનનું મોત
ખંભાળિયામાં શાંતિનિકેતન વાસ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ લખુભાઈ માંડવીયા નામના ૪૫ વર્ષના યુવાનનું રવિવાર તા. ૩ ના રોજ કોઈ કારણોસર મળત્યુ નિપજ્યું હોવાની જાણ તેમના મોટાભાઈ કિશોરભાઈ લખુભાઈ માંડવીયાએ અહીંની પોલીસને કરી છે.
વેરાડ ગામે રહેતા રમીલાબેન ઉર્ફે રીન્કુબા કિશોરસિંહ જેઠવા નામના ૩૦ વર્ષના મહિલાને ઉલટી ઉબકા ઉપડ્યા બાદ છાતીમાં ગભરામણ થતાં તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રણજીતસિંહ બહાદુરસિંહ જેઠવાએ ભાણવડ પોલીસને કરી છે.
હાર્ટ એટેકના બે બનાવ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતા સતીશકુમાર રમેશચંદ્ર વ્યાસ નામના ૫૦ વર્ષના એડવોકેટ આધેડ દ્વારકા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે સુદર્શન બ્રિજ પર આવેલા એક પિલર પાસે એકાએક તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના નાનાભાઈ પીયુષકુમાર રમેશચંદ્ર વ્યાસએ ઓખા મરીન પોલીસને કરી છે.
ભાટીયા ગામે રહેતા મૂળજીભાઈ માવાભાઈ ડાભી નામના ૫૨ વર્ષના આધેડ નવા મકાનના ચાલી રહેલા કામની અગાસી પર હતા. ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેઓ અગાસી પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મળતકના પુત્ર વિશાલભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
રાજપરા ગામે રહેતા અરશીભાઈ ઓઘડભાઈ ગોરાણીયા નામના ૪૫ વર્ષના યુવાન ઘરની અગાસી પરથી ગેલ્વેનાઈઝના પાઈપ નીચે ઉતારી રહ્યા હતા, ત્યારે પાઈપનો એક છેડો જીવંત વીજ લાઈનને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગી હતો. જેના કારણે તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મળતકના પત્ની લીલુબેન ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
