<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

તાલાલા સહીત રાજયભરમાં જાગૃત લોકો દ્વારા સ્‍મશાનમાં કાળી ચૌદશની વૈજ્ઞાનીક ઢબે ઉજવણી

રાજકોટઃ દેશભરમાં કાળીચૌદશની ઐતિહાસિક ઉજવણી કરી જાગૃત લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવી જ્ઞાન-વિજ્ઞાનને પ્રાધાન્‍ય આપ્‍યું હતું. રાજયમાં નાના-મોટા નગરમાં સ્‍મશાનના ખાટલે કકડાટના વડા આરોગી, મેલીવિદ્યાને અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો. વિજ્ઞાન જાથાના રાજયકક્ષાના કાર્યક્રમ તાલાલા સ્‍મશાનમાં ભૂત-પ્રેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામી, મશાલ સરઘસે લોકોમાં કૌતુંક ઉભું કર્યું હતું. આખા ગામમાં એકપણ કુટુંબે ચાર ચોકમાં કકડાટના વડા મુકવાના રિવાજને કાયમી તિલાંજલિ આપી હતી.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના સિધ્‍ધાર્થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને ભારતીય બૌધ્‍ધ મહાસભા તાલાલા ઉપક્રમે સ્‍મશાનમાં મેલીવિદ્યાની નનામીને ગ્રામ્‍ય મહિલાઓએ કાંધ આપી સ્‍મશાનના ખાટલે અગ્નિદાહ આપી, દેશનિકાલ કર્યો હતો. ભૂત-પ્રેતનું સરઘસ, મશાલ સરઘસે સામાજિક ચેતનાનું કામ કર્યું હતું. વિજ્ઞાન સુત્રો બોલી અંધશ્રદ્ધાને દેશવટો આપવા નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો. નાના બાળકોથી મોટેરાઓએ ભાગીદાર બની સ્‍મશાનમાં કકડાટના વડા, ચા-નાસ્‍તો આરોગ્‍યો હતો.  વિજ્ઞાન જાથાની ઝુંબેશમાં સુર પુરાવ્‍યો હતો.) તાલાલા સ્‍મશાનમાં જાગળતોમાં ઉદય પ્રવિણ પરમાર, જયેશ વાલજીભાઈ ચાવડા, નિરવ પરસોતમભાઈ પરમાર, કિશોર ભીખાભાઈ જાદવ, આરાધ ચંદ્રકાંતભાઈ, અશોક નટુભાઈ ચાંડપા, હરેશ કાનજી, સાગર સોમભાઈ સોંદરવા, રણવીર કરણ પરમાર, મુકેશ મુળજી પરમાર વિગેરે શુભેચ્‍છકો સાથે સ્‍મશાનમાં દિવાળી પર્વની કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી.

રાજયમાં કાળીચૌદશની ગેરમાન્‍યતાના ખંડન કાર્યક્રમો અસરકારક સાબિત થયા હતા. ગામેગામ સ્‍મશાનમાં રોશની કરી ચા-નાસ્‍તો આરોગી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ્‍ય સ્‍તરે ભારે સફળતા મળી હતી. તાલાલા સ્‍મશાનમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદય પ્રવિણ પરમાર, જયેશ વાલજીભાઈ ચાવડા, નિરવ પરસોતમભાઈ પરમાર, કિશોર ભીખાભાઈ જાદવ, આરાધ ચંદ્રકાંતભાઈ, અશોક નટુભાઈ ચાંડપા, હરેશ કાનજી, સાગર સોમભાઈ સોંદરવા, રણવીર કરણ પરમાર, મુકેશ મુળજી પરમાર વિગેરે શુભેચ્‍છકો સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, સોમભાઈ ધાવડ, હર્ષાબેન વકીલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ભાનુબેન ગોહિલ અનેક કાર્યકરો સફળતાના સહભાગી બન્‍યા હતા.

(11:31 AM IST)