News of Wednesday, 6th November 2024
પેરોલ ઉપર છુટી નાસેલ કરોડોની ઠગાઇના આરોપીને મોરબી એસઓજીએ ઝડપી લીધો
કલેકટરમાં પાસ થયેલ છું, રૂપિયાની જરૂર છે તેમ કહી ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરી'તી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૬ : મોરબી એ ડીવીઝન પોલીસના ૧૩ કરોડ ૬૦ લાખ રૂપિયાના ચીટીંગ, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજ ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરવાના ગુનાના આરોપી પેરોલ રજા લઈને નાશી ગયો હોય મોરબી એસ ઓ જી ટીમે તેને ઝડપી લીધો હતો.
મોરબી એસ ઓ જી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ ડીવીઝન પોલીસના છેતરપીંડી અને બનાવતી દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનાનો આરોપી વસંત કેશવજીભાઈ ભોજવીયા રહે-રાબીયા ગાર્ડન એમ પી ને નામદાર કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જેલ મુકત થયેલ હોય અને ગત તા. ૨૩-૦૩-૨૦૨૨ ના રોજ હાજર થવાનું હોય પરંતુ આરોપી વસંત નામદાર કોર્ટના હુકમ મુજબ જેલ પરત આવેલ નહિ અને પેરોલ જંપ કરી નાશી ગયેલ હોય તેમજ હાલમાં જયનગર પાટિયા કચ્છ ખાતે હોવાની બાતમીના આધારે તપાસ કરતા વસંત મળી આવ્યો હોય જેથી તેને મોરબી સબજેલ હવાલે કરવામાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વસંતકુમાર ભોજવિયા અન્ય આરોપીઓ સાથે મળી ફરિયાદી સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી વિશ્વાસમાં લઇ અલગ અલગ ઙ્કકારે લાલચ આપી જેમાં આરોપી વસંત કલેકટરમાં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરિયાત હોવાના બહાના હેઠળ કટકે કટકે રૂપિયા ૧૩.૫૦ કરોડ મેળવી ખોટા બે ડીમાંડ ડ્રાફટ આપી તથા અન્ય આરોપીઓએ ફાઈનાનસના અધિકારી તરીકે ઓળખાણ કરાવી જેને ફરિયાદીને ૩૮૦ કરોડનું ડી ડી બતાવી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી ખોટું રેકર્ડ ઉભું કરીને વોટ્સઅપમાં મોકલ્યું હોય જે આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
