News of Wednesday, 6th November 2024
જગદ્ગુરૂ શંકરાચાર્યજી પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજ ગોંડલ રાજવી પરિવારના મહેમાન બન્યા : રાજ પેલેસ ખાતે ત્રણ દિવસનું રોકાણ : નવલખા પેલેસ ખાતે સ્વાગતયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદનું આયોજન

ગોંડલ : ગોંડલ રાજવી પરિવારનાં આંગણે જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું આગમન થતા રાજવી પરિવાર, ક્ષત્રીય સમાજ તથા બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ.શંકરાચાર્ય રાજવી પરિવારનાં ત્રણ દિવસનાં મહેમાન બન્યા હતા. તા.૬ બુધવારનાં તેઓની સ્વાગત યાત્રા, ધર્મસભાનું આયોજન નવલખા પેલેસ (દરબારગઢ)કરાયુ છે. સાંજે જામનગરથી જગદગુરૂ શંકરાચાર્યજીનું આગમન રાજવી પરિવાર નાં ઓર્ચાડ પેલેસ ખાતે થતા રાજવી હિમાંશુસિહજી,રાજમાતા કુમુદકુમારીજી,ઢાંક તથા લાખણકા સ્ટેટ પરિવાર, હવામહેલનાં કુમાર જ્યોતિર્મયસિંહજી, અન્ય રાજવી પરીવાર, રાજ્યનાં ભાયાતો ઉપરાંત ક્ષત્રીય સમાજ તથા બ્રહ્મસમાજ દ્વારા પુજન તથા સ્વાગત કરાયુ હતુ. આજે લાભપાંચમ નાં સાંજે ૪.૩૦ કલાકે વેરીદરવાજા માંડવીચોકથી શંકરાચાર્યજીની સ્વાગતયાત્રા પ્રસ્થાન થઈ નવલખા પેલેસ (દરબારગઢ)પંહોચશે.બાદ માં ૫.૩૦ કલાકે તેઓની ધર્મસભાનું આયોજન કરાયુ છે. બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. ગોંડલ ખાતે સૌપ્રથમ વખત દ્વારકા શારદાપીઠનાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધાર્યા હોય શહેરભરમાં ધાર્મિક માહોલ છવાયો છે. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
