<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

સાવરકુંડલામાં સ્‍વ.ભગવાનબાપાની પ્રતિમા ભાવિ પેઢીને પ્રેરણા આપશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ

સબળ નેતળત્‍વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્‍ધ વિકાસ કામોને સરકારમાં ત્‍વરિત મંજૂરીઃ આ નૂતન વર્ષ વિકાસના નવતર સંકલ્‍પો સાકાર કરવાનું વર્ષ બની રહેશેઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ : આપણે સૌ વિકસિત ભારત ૨૦૪૭ને અમળતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્‍પમાં સહભાગી બનીએઃ ધરતીપુત્ર સ્‍વ. ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણઃ સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રુ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્‍પોની ભેટ આપતા મુખ્‍યમંત્રીઃ નાવલી નદી પર રિવરફ્રન્‍ટ બનાવવા રુ.૨૫ કરોડની ગ્રાન્‍ટ ફાળવતી રાજ્‍ય સરકાર

(ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ૬:  રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે નૂતન વર્ષના પ્રારંભે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્‍પોની ભેટ આપી હતી.

      મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્‍છા પાઠવી જણાવ્‍યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસના પરિણામે અયોધ્‍યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ થયું જેના આપણે સૌ સાક્ષી બન્‍યા છીએ. આ દિવાળી વિશેષ છે કારણ કે, પાચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ અયોધ્‍યા નીજ મંદિર ખાતે બિરાજમાન થયા છે.

      આ નૂતન વર્ષ એ વિકાસના નવતર સંકલ્‍પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે તેમ ઉમેરતા મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યુ કે, દીપાવલીના પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને વાકબારસના પાવન તહેવારે રુ.૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે, તો આજે સાવરકુંડલા વિસ્‍તારને રુ.૧૨૨ કરોડના વિકાસ પ્રકલ્‍પોથી લાભાન્‍વિત કરવાનો મને અવસર મળ્‍યો છે.

 વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ગુજરાત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે ત્‍યારે આજે વિકાસના ભેખધારી તથા ખેડૂતોના હિતેચ્‍છુ સ્‍વ.ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તે બદલ હું મને ભાગ્‍યશાળી સમજુ છું. આ પ્રતિમા ભાવિ પેઢીને પ્રેરણા આપશે.   

સાંસદ  પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્‍યુ કે, નૂતન વર્ષે અમરેલી જિલ્લાને કરોડો રુપિયાના વિકાસના કામોના પ્રોજેક્‍ટ સરકારે ભેટ આપ્‍યા છે. સાવરકુંડલાના વિકાસ માટે રુ.૧૨૨ કરોડના વિકાસ કામોની રાજ્‍ય સરકારે ભેટ આપી છે. આ સાથે ખેડૂતોના સાચા સેવક પૂર્વ ધારાસભ્‍ય સ્‍વ.ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે ઉપસ્‍થિત રહેવાનું મને સદ્દભાગ્‍ય પ્રાપ્ત થયું છે.

શ્રી રૂપાલાએ ઉમેર્યુ કે, આવનારી પેઢી સ્‍વ.ભગવાનબાપા પાસેથી પ્રેરણા મેળવશે. સમૂહ ખેતીએ આજના સમયની જરુરિયાત છે ત્‍યારે ભગવાન બાપાએ વર્ષો અગાઉ સમૂહ ખેતીને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

ઇફ્‌કોના અધ્‍યક્ષ  દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યુ કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વની કેન્‍દ્ર સરકાર અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વની રાજ્‍ય સરકારના વિવિધ વિકાસ કાર્યોના અભિયાનને વેગ મળ્‍યો છે. સહકારિતાના માધ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારના સમળદ્ધિના દ્વાર ખુલશે.  ભગવાન બાપાએ નવયુવાનોને આપેલા પ્રોત્‍સાહનના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

આ કાર્યક્રમમાં લોક સાહિત્‍યકાર માયાભાઈ આહિરે જણાવ્‍યુ કે, પૂર્વ ધારાસભ્‍ય સ્‍વ. ભગવાનબાપાએ પોતાના માટે નહીં પણ છેવાડાના માનવી માટે હંમેશા કામ કર્યું હતું. માયાભાઈએ આ તકે ભગતબાપુ તેમજ કાગ બાપુને યાદ કર્યા હતા. તેમણે જનકલ્‍યાણના કાર્યો થકી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

       આ કાર્યક્રમમાં નાયબ મુખ્‍ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્‍ય કૌશિક ભાઈ વેકરિયા, ધારાસભ્‍યો જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, હીરાભાઈ સોલંકી, કંચનબેન રાદડીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા માર્કેટ યાર્ડ અધ્‍યક્ષ દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ,  પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા,  પૂર્વ ધારાસભ્‍યો બાવકુભાઈ ઉંધાડ, વલ્લભભાઈ કાકડીયા,  મનસુખભાઈ ભુવા,  હનુભાઈ ધોરાજીયા,  કાળુભાઈ વિરાણી, અંબરિશભાઈ ડેર,  રાજુલાના અગ્રણી જિજ્ઞેશભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ બસિયા, હિરેનભાઈ હિરપરા, શ્રી વિપૂલભાઈ દૂધાત, ધીરુભાઈ વાળા, જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો, અગ્રણીઓ, નગરશ્રેષ્ઠીઓ, ખેડૂતો અને નાગરિકો સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આભારવિધિ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીએ કરી હતી.

એ.પી.એમ.સી.ના અધ્‍યક્ષ  દીપકભાઈ માલાણીએ શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. કાર્યક્રમમાં લોક કલાકાર સર્વ  વિજયદાન ગઢવી, કિરીટદાન કુંચાલા, હર્ષાબેન કારેલિયા,  રેખાબેન વાળા અને સાજીંદાઓએ વિવિધ સાંસ્‍કળતિક કળતિઓ પ્રસ્‍તુત કરી હતી.

(12:19 PM IST)