News of Wednesday, 6th November 2024
બે અકસ્માતમાં બે યુવાનોના મોત
ડેડરવા નજીક કારે બાઇકને ઉલાળતા જુનાગઢનું દંપતિ ખંડીત થયું: પતિનું મોતઃ તત્કાલ ચોકડી પાસે ટ્રક હડફેટે બાઇક ચાલાક યુવાનનું મોત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૬: તાલુકાના ડેડરવા નજીક બાઇક પર જતા વિપ્ર દંપતીને કારે હડફેટે લેતા પત્નિનું સારવાર દરમ્યાન મોત નીપજેલ જયારે અન્ય બનાવમાં તત્કાલ ચોકડી પાસે ધોરાજી તરફથી આવતા વિપ્ર યુવાનના બાઇકને ટ્રકે ઠોકર મારતા તેનું મોત નીપજેલ દિવાળીના તહેવારમાં માર્ગ અકઉસ્માતમાં બે વિપ્ર યુવાનોના મોત થયા છે.
પ્રથમ બનાવમાં જુનાગઢના ઝાંઝરડા રોડ દિપાલી પાર્ક-૧ ખાતે રહેતા અતુલભાઇ ધીરજલાલ ઠાકર તેના પત્ની સાથે પોતાનું બાઇક સ્પેન્ડર નં. જીજે-૧૧-કે-૯૮૪ર વાળુ લઇ તેના કાકા રાજેશભાઇ સાથે નીકળેલ તેઓ બાવા પીપળીયા તેનું કામ પતાવી બન્ને પોતાના બાઇક લઇ ડેડરવા તરફ જતા હતા ત્યારે પાછળથી ફુલ સ્પીડે આવતી ગ્રાન્ડ-આઇ૧૦ નં. જીજે-૬-એચએલ-૪૪ર૦ ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અતુલભાઇના બાઇકને હડફેટે લેતા અતુલભાઇ તેમજ તેના પત્નિ કિર્તીબેન બન્ને ફંગોળાઇ રોડ પર પટકાતા ઇજાઓ થયેલ અતુલભાઇને વધારે ગંભીર ઇજાઓ થયેલ હોય બન્નેને જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરેલ જયાં અતુલભાઇને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજતા તાલુકા પોલીસે તેના કાકા રાજેશભાઇની ફરીયાદ પરથી કારચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધેલ.
બીજા બનાવમાં શહેરના ભાદરના સામા કાંઠા, ગાયત્રી ચોકમાં રહેતા હિરેનભાઇ હરેશભાઇ ઇઢાટીયા તેમના કોઇ કામ સબબ બાઇક લઇને ધોરાજી ગયેલ હોય ત્યાંથી પરત ફરતા આઠેક વાગ્યાના અરસામાં તત્કાલ હનુમાન ચોકડી પાસે પહોંચતા પાછળથી માતેલા સાંઢની જેમ આવતા ટ્રક નં. જીજે-ર-ઝેડઝેડ-૬પ૩૧ના ચાલકે હિરેનભાઇના બાઇક હોન્ડા સાઇન નં. જીજે-૩-બીએસ-૮૯પ૩ ને ઠોકર મારતા હિરેનભાઇ ફંગોળાઇને નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા લોકો એકત્રીત થઇ ગયેલ તેઓએ ૧૦૮ મારફત સરકારી હોસ્પીટલે ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા પી.એમ. કરેલ શહેર પોલીસે મૃતકના ભાઇ પ્રતિકભાઇની ફરીયાદ પરથી અકસ્માત સર્જી ટ્રક મુકી નાસી છુટેલ ડ્રાયવર વિરૂધ્ધ ગુન્હો નોંધેલ.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
