News of Wednesday, 6th November 2024
ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરાવી હશે ?:જાણો સદીઓ પહેલાનો શું કહે છે ઇતિહાસ
ગિરનારની લીલી પરિક્રમા આઝાદી પહેલા ત્રણ દિવસમાં પૂરી થતી :ભવનાથથી શરૂ થતી આ લીલી પરિક્રમા મારવેલામાં રાત્રી રોકાણ કરી આગળ વધતી બળદેવ માતાની ગુફા બીજી રાતનું રાકાણ કરતા. ત્રીજા દિવસે પાછા ભવનાથ પહોંચતા

ગુજરાતી નવા વર્ષમાં કારતક સુદ 11ના દિવસે ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થાય છે. આ વર્ષે 12 નવેમ્બરના રોજ આ લીલી પરિક્રમા શરૂ થશે. ભવનાથમાં દામોદર કુંડમાં સ્નાન કરીને આ લીલી પરિક્રમાની શરૂઆત થાય છે. ત્યારે આપણા મનમાં સહજ પ્રશ્ન થાય કે આ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરાવી હશે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે, ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરાવી હતી.
ઈતિહાસકારોનું કહેવું છે કે, ગિરનારની લીલી પરિક્રમા એ પુરાતનકાળથી ચાલી આવતી એક પ્રથા છે. ઈતિહાસ પર નજર કરીએ તો એવું જાણવા મળે છે કે પુરાતનકાળથી ચાલી આવતી આ પ્રથા કોઈ કારણોસર વર્ષો સુધી બંધ થઈ ગઈ હતી. જે ઈસવીસન 1864માં જૂનાગઢના દિવાન અનંતજી અમરચંદ વસાવડા હતા. તેમણે આ ગિરનારની લીલી પરિક્રમા ફરી શરૂ કરાવી હતી એવું કહેવાય છે.
ઈતિહાસકારોનું કહેવું છે કે આ ગિરનારની લીલી પરિક્રમા આઝાદી પહેલા ત્રણ દિવસમાં પૂરી થઈ જતી હતી. ભવનાથથી શરૂ થતી આ લીલી પરિક્રમા મારવેલામાં રાત્રી રોકાણ કરી આગળ વધતી બળદેવ માતાની ગુફા બીજી રાતનું રાકાણ કરતા. આમ ત્રીજા દિવસે પાછા ભવનાથ પહોંચતા હતા. અત્યારની લીલી પરિક્રમામાં તો અનેક સુવિધાઓ ઉમેરાણી છે. હાલની પરિક્રમામાં તો અનેક અન્નક્ષેત્રો, સેવા ક્ષેત્રો અને ઉતારાની વ્યવસ્થા છે. જ્યારે પહેલાની લીલી પરિક્રમામાં તો યાત્રિકોએ પોતે જ પોતાની તમામ વસ્તુઓ લઈને જવાનું રહેતું જેમા ખાવા-પીવાનું પણ આવી જતું હતું.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
