News of Wednesday, 6th November 2024
પોરબંદર પાસે બરડા જંગલ સફારીમાં પ્રકૃતિ પર્વતો ઝરણા વન્ય પ્રાણીઓ જોઇને પ્રવાસીઓ રોમાંચિત
બરડા જંગલ સફારી ફેઇઝ-૧ નો દિવાળી વેકેશનથી શુભારંભ

પોરબંદર નજીક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ ખાતેથી ધનતેરસના પાવન દિવસે પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે બરડા વન્યજીવ અભ્યારણ ખાતે બરડા જંગલ સફારી ફેઈજ-૧નો શુભારંભ કરવામાં આવ્યો છે, અને દિવાળીના વેકેશન દરમિયાન અહીં અનેક પર્યટકો એડવાન્સમાં જ બુકિંગ કરાવી રહ્યા છે.
દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી અનેક પ્રવાસીઓ બરડા જંગલ સફારીનો આનંદ મેળવવા આવી પહોંચ્યા હતા. અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા સહિતના શહેરો માંથી પર્યટકો આવ્યા હતા. બરડા જંગલ સફારીનો આનંદ મેળવનાર પ્રવાસીઓએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે
આ જંગલમાં પર્વતો પાણીના ઝરણાઓ પ્રકૃતિ તેમજ વિવિધ પક્ષીઓનો કલરવ, વન્ય પ્રાણીઓ નિહાળવાનો અનેરો લ્હાવો મળ્યો છે. ખાસ કરીને અહીં સ્વચ્છતાની વિશેષ કાળજીઓ લેવામાં આવી રહી છે, તે પણ સરાહનીય છે.
આ જંગલ વિસ્તારમાં જીપમાં બેસીને પરિવાર સાથે ફરવાથી અનેરો આનંદ મળ્યો છે. બરડા જંગલ સફારીની સગવડ ઉપલબ્ધ કરવા બદલ ગુજરાત સરકારનો પ્રવાસીઓએ આભાર વ્યકત કર્યો હતો. આમ બડા જંગલ સફારીમાં પ્રાકૃતિક, વન્ય પ્રાણીઓ, પર્વતો અને પાણીના ઝરણાંઓ નિહાળી પર્યટકો રોમાંચિત બન્યા હતા.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
