<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

‘આર્મીમાં કેપ્‍ટન છુ...' તેમ કહીને છેતરપીંડી કરનાર પ્રવિણ સોલંકી જુનાગઢમાં ઝડપાયો

બેરોજગાર શખ્‍સ આર્મી કેમ્‍પમાં લેબર વર્ક કરતો હોવાથી કાર્યપધ્‍ધતિથી વાકેફ થઇને ડુપ્‍લીકેટ આઇ કાર્ડ બનાવીને છેતરપીંડી કરતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. આર્મી કેપ્‍ટન તરીકેની ઓળખ આપીને વિશ્વાસઘાત-છેતરપીંડી કરનાર ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનાર તાલુકાનાં પીપળવા (બાવાના)નાં પ્રવિણ ધીરૂભાઇ સોલંકીને જુનાગઢ બી. ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.

જુનાગઢ રેન્‍જના પોલસ મહાનીરક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા દ્વારા વિશ્વાસઘાત છેતરપીંડી આચરનારા ગુન્‍હેગારોને ગુન્‍હાના કામે સત્‍વરે પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

જે અન્‍વયે જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. પી.સી. સરવૈયાનાઓની રાહબારી હેઠળ સ્‍ટાફના માણસો આવા આરોપીઓ ગુન્‍હાના કામે પકડી પાડવા સારૂ સતત કાર્યશીલ અને પ્રયત્‍નશીલ હોય દરમ્‍યાન અત્રેના બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન, જુનાગઢ વિસ્‍તારમાં ફરીયાદી-દિવ્‍યેશભાઇ ભરતભાઇ ભુતિયા રહે. જુનાગઢ નાઓને આર્મીના કેપ્‍ટન તરીકેની ઓળખ આપી રેલ્‍વેમાં લોકો પાયલોટની નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસઘાત કરી રૂા. ૩,૦૩,૦૦૦ ની છેતરપીંડી કરી ધામ ધમકી આપેલ અંગેના બનેલા બનાવ બાબતે ફરીયાદ થઇ હતી.

જેમાં આરોપી પ્રવિણભાઇ ધીરૂભાઇ સોલંકી રહે. પીપળવા (બાવાના) તા. કોડીનાર જી. ગીર સોમનાથ વાળાએ આચરેલ હોય આમ, ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇ આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્‍સના આધારે આ ગુન્‍હો રજી. થયાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી બેરોજગાર હોય અગા. આર્મી કેમ્‍પમાં લેબર વર્ક કામ કરતો હોય આર્મી જવાનો અને અધિકારીઓની કાર્યપ્રધ્‍ધતીથી વાકેફ થયેલ હોય આમ, આરોપીએ આર્મીના કેપ્‍ટનની રેન્‍કનો યુનીફોર્મ કોઇ પ્રકારે મેળવી કેપ્‍ટન તરીકેના ખોટા આર્મીનું કેન્‍ટીન કાર્ડ (લીકર) તથા એન.એસ.એ. નું ઓળખ કાર્ડ બનાવી પોતે આરોપી આર્મીમાં કેપ્‍ટન તરીકે નોકરી કરતો હોય અને હાલ સંસદ ભવનમાં નોકરી કરતો હોવાનું જણાવી રેલ્‍વેમાં અલગ-અલગ વિભાગોમાં લોકો પાયલોટ તથા અલગ-અલગ નોકરીઓ અપાવવાની લાલચ આપી એક સરખા એમ.ઓ. થી ફરીયાદી તેમજ અન્‍ય લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી આચરેલાનું તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ છે.

આ કામગીરી જુનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. પી.સી. સરવૈયાની સુચના મુજબ પોલીસ સબ ઇન્‍સ. એસ.એ. સાંગણી પો. હે.કો. કૈલાસભાઇ જોગીયા તથા જાદવભાઇ સુવા, રવિન્‍દ્રભાઇ વાંક, કરશનભાઇ ભારાઇ, મુકેશભાઇ મકવાણા, પ્રવિણભાઇ બાબરીયા, ભૂપતભાઇ ધુળા, સંજયભાઇ ગલ, રાજેશભાઇ બંધીયાએ કરી છે

(4:26 PM IST)