<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

લ્યો હવે ‘રેતી’ની દાણચોરી ! મુન્દ્રા બંદરે ૫૦ કરોડની રેતી જપ્ત

બેન્ટોનાઇટના નામે નિકાસ, કેન્દ્ર સરકારે વ્હાઈટ કોલર દાણચોરો સહિત ક્સૂરવાર ક્સ્ટમ એજન્ટો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : વિવિધ ચીજવસ્તુઓની દાણચોરી કરતા દાણચોરો વતનની ધૂળ ને પણ મૂકતાં નથી. મુન્દ્રા બંદરે રેતીની દાણચોરી ઝડપાઈ છે. દાણચોરી દ્વારા દેશને આર્થિક નુકસાન પહોંચાડનારા ગદ્દાર તત્વો સામે દેશદ્રોહ સહિતની આકરી કલમો તળે કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.

           મુન્દ્રા કસ્ટમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિંગ ટીમે મુન્દ્રા પોર્ટ ઉપર બેન્ટોનાઇટના નામે નિકાસ થઈ રહેલ લાલ રેતી (ગાર્નેટ) ના ૫ કન્ટેનર ૧૪૦ ટન જથ્થો જેની બજાર કિંમત ૫૦ કરોડ રૂપિયા છે એ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ લાલ રેતી ગાર્નેટ વાયા દુબઈ થઈ ચીન નિકાસ થઈ રહી હોવાની શંકા છે. રાજસ્થાનની નિકાસકાર પેઢીએ મુંબઈના ક્લિયરીંગ એજન્ટ દ્વારા આ જથ્થો મોકલાઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

           કેન્દ્ર સરકાર દ્વારા લાલ રેતી ગાર્નેટ ની નિકાસ ઉપર પ્રતિબંધ છે. સેલ્ફ ડિક્લેરેશન દ્વારા કન્ટેનરમાં ભળતી ચીજ વસ્તુઓ મોકલતા વ્યવસાયકારો અને કસ્ટમ હાઉસ એજન્ટોના લાયસન્સ જપ્ત કરી જેલની સજા કરવી જોઈએ. 

           ક્સ્ટમ માં સ્કેનિંગ થયા વગર સેલ્ફ ડેકલેરેશન કરાયેલા ક્ન્ટેનરમાં કરાઈ રહેલ દાણચોરી ગંભીર બાબત ગણી એજન્સીઓની સયુંક્ત તપાસ કરવી જોઈએ.

(9:30 AM IST)