News of Thursday, 7th November 2024
ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો અને યુટીલિટી વચ્ચે અકસ્માત : ૧૦ વ્યક્તિ ને ઇજા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૭ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.૪૦, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.૨૮, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.૪૮ વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. ૫૨, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.૨૨ સહિત ૧૦ લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
