<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

માનવ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા વિષ્‍ણુબાપુ બારડ

લોધીકાના દેવગામ પાસે ‘‘ગાંડાની મોજ'' આશ્રમે ૯૦ થી વધુ પ્રભુજીવો લઇ રહયા છે આશરો

 (સલીમ વોરા દ્વારા) લોધીકા તા.૭: માનવસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી સંસ્‍થા એટલે લોધિકા તાલુકાના દેવગામ પાસે આવેલ સત સેવા ભાવ ચેરીટેબલ ટ્રસ્‍ટ આશ્રમ(ગાંડાની મોજ) જ્‍યાં અસહાય રસતે રજડતા માનસિક અસ્‍થિર નિરાધારને જમવાની રહેવાની કપડા તેમજ આરોગ્‍યની સંપૂર્ણ સારવાર નિસ્‍વાર્થ ભાવે પૂરી પાડવામાં આવી રહેલ છે.

દેવગામ પાસે આ આશ્રમની સ્‍થાપના કરવામાં આવેલી છે છેલ્લા ૧૫ વર્ષથી આ આશ્રમ કાર્યરત છે આશ્રમના સંયોજક વિષ્‍ણુબાપુ બારડની સંપૂર્ણ દેખરેખ માં અહીં સેવા પ્રવળત્તિ ધમધમે છે હાલ આશ્રમમાં ૯૦ થી વધુ પ્રભુજીવોઆશરો મેળવી રહ્યા છે જોકે ઘણા કિસ્‍સામાં પ્રભુજીવોને પૂરી હુંફ પ્રેમ આરોગ્‍ય સારવાર બાદ સારું થઈ જવાના કિસ્‍સામાં અત્‍યાર સુધી અનેકને પરિવાર સાથે મિલન કરાવી ઘર વાપસી કરવામાં આવેલ છે આ આશ્રમ કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્‍યા વગર સેવા પ્રવળત્તિ કરે છે આ આશ્રમની અનેક લોકો શુભેચ્‍છા મુલાકાતે આવે છે અને આશ્રમની કાર્યપદ્ધતિ જોઈ ભાવુક થઈ જાય છે આ આશ્રમ ખાતે કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી જોકે ધર્મપ્રેમી અને દાનવીરો તરફથી જન્‍મદિવસ કે પુણ્‍યતિથિ જેવા પ્રસંગોએ ભોજન દાન કરાવવામાં આવે છે.

આશ્રમના સંયોજક વિષ્‍ણુબાપુએ માહિતી આપતા જણાવ્‍યું કે તેમના ગુરુના આદેશ અને આશીર્વાદ થતી આશ્રમ સ્‍થાપવાનો સંકલ્‍પ કરેલ અને પ્રભુ કળપાથી મનોકામના પૂર્ણ થઈ આજે આશ્રમમાં રખડતા ભટકતા પ્રભુજીવોને આશરો આપી તેની પૂરી તકેદારી સાથે સાર સંભાળ રાખવામાં આવે છે આજના યુગમાં ઘણા કિસ્‍સામાં પરિવારજનો પણ માનસિક અસ્‍થિર ને છોડી દે છે ત્‍યારે અહીં ગાંડામાં નારાયણના દર્શન થાય છે સંયોજક વિષ્‍ણુબાપુએ વધુમાં જણાવ્‍યું કે તેમને બચપણથી જ સેવા પ્રવળત્તિ પ્રત્‍યે લગાવ હતો ખાસ કરીને પશુ પક્ષી પ્રત્‍યે અનન્‍ય નાતો રહેતો ત્‍યારબાદ જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્‍યેયને વરી શરૂઆતમાં રાજકોટ બહારના આજુબાજુના રોડ વિસ્‍તારમાં રિક્ષા લઈ એમાં બધી સામગ્રી સાથે રાખી રસ્‍તામાં જે કોઈ અસહાઈ નિરાધાર માનસિક અસ્‍થિર મળે તેને પ્રેમથી બોલાવી બાલ દાઢી તેમજ નવરાવી તેમજ સ્‍વચ્‍છ કપડા પહેરાવી ભોજન કરાવવાની સેવા પ્રવળત્તિ ચાલુ કરેલ ઘણા કિસ્‍સામાં કોઈને તબીબી સારવારની જરૂર જણાય તો તે વ્‍યવસ્‍થા પણ કરવામાં આવતી આ પ્રવળત્તિ સતત દસ વર્ષ સુધી ચાલુ રહી બાદમાં છેલ્લા ૧૫ વર્ષથી અહીં આશ્રમ બનાવી હાલ ૯૦ થી વધુ પ્રભુજીવો આશરો લઈ રહેલ છે.

લોધીકા આશ્રમના સંયોજક વિષ્‍ણુ બાપુ બારડ આશ્રમ ખાતે જ રહે છે તેઓ શિવ ભક્‍ત છે અને તેમના કહેવા અનુસાર આ બધું પ્રભુ કળપાથી જ થઈ રહે છે ફક્‍ત નિમિત બનવાનું સદભાગ્‍ય પ્રાપ્ત થયું છે તેઓ સંસારમાં રહીને માનવસેવા કરી રહેલ છે તેમનો પરિવાર સુખી સંપન્ન છે અને રાજકોટમાં રહે છે તેઓના કહેવા અનુસાર માનવસેવા એ જ શ્રેષ્ઠ સેવા છે આ આશ્રમની એક વખત મુલાકાત અવશ્‍ય લેવા જેવી છે સંપર્ક સૂત્ર મોબાઈલ નં.૯૫૫૮૬ ૭૭૭૯૦.

(11:31 AM IST)