News of Thursday, 7th November 2024
હડાળા ગામમાં કારમાં લાકડી અડી જવા બાબતે ઠપકો આપતા કારચાલક પર ૪ શખ્સોનો હુમલો
ટંકારાના મેઘપરના અશોકસિંહ ઝાલાની હડાળાના મનોજ ભરવાડ, વિપુલ વકાતર તથા બે અજાણ્યા સામે ફરિયાદ

રાજકોટ તા.૬: મોરબી રોડ પર હડાળા ગામમાં કારમાં લાકડી અડી જવા બાબતે કારચાલક પર હડાળા ગામના ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ટંકારાના મેઘપર ગામમાં રહેતા અશોકસિંહ મહીપતસિંહ ઝાલા(ઉ.વ.૩૧)એ કુવાડવા પોલીસમાં મોરબી રોડ હડાળા ગામમાં રહેતો મનોજ ગેલાભાઇ ભરવાડ, વિપુલ વકાતર અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોતે પોતાની જી.જે.૩૬વી-૬૧૫૧ નંબરની સ્વીફટ કાર ટંકારા ગામ પાસે ૧૩૨ કે.વી.મૉ કોન્ટ્રાકટર ઉપર મુકી છે. અને પોતે જ ચલાવે છે. ગત તા.૪ના રોજ એકઝીકયુટીવ એન્જીનિયર એચ.ડી. વ્યાસનો ફોન આવેલ અને કહેલ કે ‘તમે ગાડી લઇને આવો આપણે વિજયનગર ગામ જવાનુ છે. જેથી પોતે કાર લઇને જતા ગાડીમાં એચ.ડી. વ્યાસ, ડી.એમ. ફળદુ, જુનીયર એન્જીનિયર સાંઘાણી, તથા બુસા સહિત વિજયનગર જવા રવાના થયા હતા. સાંજે મોરબી રોડ પર આવેલી મોમાઇ હોટલ નજીક ડાબી બાજુ એક શખ્સ ડાબી બાજુ એક શખ્સ લાકડી લઇ ફેરવતો હતો અને તેની લાકડી પોતાની ગાડીની ડ્રાઇવર સાઇડની આગળના ભાગે અડી જતા પોતે તેને ધ્યાન રાખવાનું કહેતા તેણે પોતાની સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો. કારમાં બેઠેલા પોતાના ચારેય સાહેબોએ નીચે ઉતરી તેને સમજાવતા હતા ત્યારે ત્યાંથી માલઢોર લઇને નીકળેલા બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. થોડીવાર બાદ વધુ એક શખ્સ આવી ગયો હતો. અને ચારેય શખ્સો ઉશ્કેરાઇ જઇ લાકડી વડે હુમલો કરતા પોતાને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી. અને જતા જતા બોલતા હતા કે ‘મારૂ નામ મનોજ ગેલા ભરવાડ હડાળા ગામનો છું. તારે જયાં ફરિયાદ કરવી હોઇ ત્યાં કરી દેજે મારો કોઇ કાંઇ બગાડી શકે તેમ નથી' કહી ચારેય જતા રહયા હતા બાદ પોતે તપાસ કરતા મનોજ ભરવાડ અને વિપુલ વકાતર નામ જાણવા મળ્યા હતા. આ અંગે પોતે કુવાડવા રોડ પોલીસમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. પી.આર. મકવાણાએ તપાસ હાથધરી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
