News of Thursday, 7th November 2024
સુરેન્દ્રનગર વિસ્તારમાં ૪ અકસ્માતઃ હોમગાર્ડ જવાન સહિત ૬ ના કરૂણ મોત
ચૂડા નજીક બનેલી ગમખ્વાર ઘટનાઃ હાઇવે ઉપર ટેન્કર નીચે કાર ઘુસી ગઇઃ પદયાત્રીઓને કારે હડફેટે લીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ :.. સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ચાર અકસ્માતોમાં છ વ્યક્તિઓના મોત થાય છે.
લીમડી ચુડા હાઇવે ઉપર રેલવે ફાટક પાસે બે બાઈક અકસ્માત સર્જાયો જેમાં બે યુવાનોના મોત
જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટેન્કર હેઠળ કાર ધુસી જતા જેમાં બે વ્યક્તિઓના મોત નીપજિયા છે
જ્યારે પાટડી દસાડા તાલુકામાં બે અકસ્માતો માં બે વ્યક્તિઓના મોત થયા છે
આમ કુલ ચાર અકસ્માતોમાં છ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.
ર્ંસુરેન્દ્રનગર લીંબડી-ચુડા હાઈવે પર રેલવે ફાટક નજીક બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક હોમગાર્ડ જવાન જનકભાઈ પરમાર સહિત બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રેકટર પલ્ટી જતા ૧૮ ને ઇજા
અમદાવાદ-લીંબડી હાઈવે રોડ પર શ્રમિકોને ટ્રોલીમાં બેસાડી પૂરપાટ ઝડપે ટ્રેક્ટર જઈ રહ્યું હતું. પાણશીણા ગામના પાટિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ખાઈ ગયું હતું. રોડ નીચે ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ઊંધુ પડી ગયું હતું. ટ્રોલીમાં બેઠેલા શ્રમિકો નીચે આવી ગયા હતા. બનાવની જાણ થતાં પાણશીણા ગામના સરપંચ મેઘજીભાઈ રવોદરાએ ગ્રામજનો અને જેસીબી મશીન બોલાવી ટ્રોલી નીચે દબાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે મોકલ્યા હતા. આ અકસ્માતમાં ૧૮ જેટલા શ્રમિકને ઈજા પહોંચી હતી.
ચુડા મામલતદાર કચેરી નજીક પૂરઝડપે જતાં ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. ટ્રેક્ટર ગલોટિયાં ખાઈને રોડ નીચે ખાબકયુ હતું. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવનાં સ્થળે દોડી આવ્યા હતા. ટ્રેક્ટરમાં સવાર લોકોને બહાર કાઢી સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
માલવણ હાઇવે પર વણા મોઢવાણા વચ્ચે શક્તિમાંના દર્શનાર્થે જતાં યાત્રિકને કાર ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું છે. જ્યારે માલવણ-પાટડી હાઇવે ઉપર અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
પાટડી તાલુકાના માલવણ પાટડી હાઇવે ઉપર બજાણા પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટર દૂર અજાણ્યા વાહન ચાલાકે અજાણ્યા બાઇક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ટક્કર લાગતા અને જમીન ઉપર પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બજાણા પોલીસને થતા બજાણા પોલીસના જવાનોએ સ્થળ ઉપર પહોંચી હાઇવે ઉપર સર્જાયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.
બીજા બનાવમાં સુરેન્દ્રનગરથી પાટડી શક્તિમાંના દર્શનાઅર્થે ચાલીને યાત્રીઓ જઈ રહ્યા હતા જેમાં રાત્રીના સમયે એક કાર ચાલકે ચાલીને જતા યાત્રી મેહુલ શંભુભાઈ કમેજડિયા ને ટક્કર મારી ફરાર થયો હતો. યાત્રિકને ટક્કર લાગતા માથાના હાથના અને પગના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. ઈજાગ્રસ્ત મેહુલ સંભુભાઈ કમેજડિયાને ખાનગી વાહન માફક સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
