News of Thursday, 7th November 2024
જલારામબાપાના ઘડામાં ગંગા જમના પાણી ભરી જાય છે

જલારામ બાપાના સદાવ્રતના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા, કોઈ દર્શને કોઈ બાધા લેવા, આવતા કોઈ માગણી પણ કરતા ભિમાભી બાપુ જલાબાપાના અનેક સેવકો પૈકી એક હતા એમણે જલારામબાપાને કહ્યું મારે એક વખત ગંગા જમના નહાવા જવું છે બાપા કહે થોડા દિવસ બાદ જજો.
ફરી થોડા દિવસ બાદ યાદ કરાવ્યું તો કહે આઠ દિવસ બાદ જસુ પણ આજ ખાસ મંદિરમા તમે રાત્રે સૂવા આવજો તો ભીમાભી બાપુ રાત્રે આઠ વાગ્યે આવી ગયા બાપાએ એમને દરવાજા પાસે ખાટલો નાખી પોતે અંદર સૂવા ચાલ્યા ગયા રાત્રે માળા કરતા કરતા ભીમાભિ બાપૂ સૂઈ ગયા અડધી રાત્રે દરવાજા આપો આપ ખુલ્યા થોડો અવાજ થતાં ભિમાભિબાપુ જાગી ગયા જોયું તો બે સફેદ સાડીમા એકદમ સ્વરૂપ વાનસ્ત્રી પાણીના ઘડા લઈને અંદર આવી એ બનેસ્ત્રીનુ તેજ ઈશ્વર જેવું હતું ભિમાભિબાપુ જોતા રહ્યા અને બન્ને અંદર જઈ માટલામા પાણી રેડી દરવાજાથી બહાર ચાલ્યા ગયા અને દરવાજા આપો આપ બંધ થઈ ગયા. ભિમાભીબાપુ સવારની રાહ જોતા રહ્યા કે સવાર પડે ને જલાબાપાને વાત કરે સવારે બાપા જાગ્યા એટલે આખી વાત કરી પેલા તો જલારામ બાપા એ મશ્કરી કરી કે તમે સ્વપ્ન જોયેલ હસે તો ભિમાભીબાપુ કહે કે મે ત્યારે મને ચિટિયો ભરી હુ જાગુ છું કે નહિ એ ચેક કરેલ બાદ મા બાપાએ કહેલ એ સાક્ષાત ગંગા જમના જ આવેલ પાણી ભરવા તો હવે તમારે કયારે નીકળવું છે ગંગા જમના નાહવા તો ભિમાભી બાપુ કહે મે સગી આંખે ગંગા જમનાના દર્શન કરી લીધા અને પાવન થઈ ગયો ગંગા જમના અહી જ હોય તો દૂર જવાની કયાં જરૂર છે આજે પણ મંદિરમા પાણીના દેગડા રાખેલ છે રાત્રે કોઈ પાણી ભરતું હોય એવા અવાજ આવે છે એ દેગડાના તસ્વીરમા દર્શન થાય છે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
