News of Thursday, 7th November 2024
વિરપુર નામ કેવી રીતે પડયુ?

જલારામબાપાની જગ્યા માટે જગવિખ્યાત ગામ વિરપુર નામ સિધ્ધપુરૂષ વિરપરાનાથની યાદ અપાવે છે. વિરપુર ગામની ઓળખ જલારામબાપાના નામથી ઙ્કસ્થાપિત થઇ ચૂકી છે. વિરપુર ગામનું નામ કઇ રીતે પડયું તે પણ જાણવા જેવું છે.
વીરપરાનાથ નામના સિધ્ધપુરૂષના નામ ઉપરથી આ ગામનું નામ વિરપુર પડયું છે.
વિરપુર પહેલા મોટું નગર હતું જેનું નામ કૌભાંડનગરી હતું સમય જતા આ નગર ઉજજડ બન્યું બાદમાં ત્યાં રહેતા સિધ્ધપુરૂષ વીરપરાનાથના નામથી નગર બન્યું.
મહારાણી મિનળદેવી વિરપુર હતાં તે સમયે તેમને ઙ્કસવકાળ વીતી ગયો હોવા છતાં બાળકનો જન્મ થતો ન હતો મિનળદેવી સિધ્ધપુરૂષ વિરપરાનાથનાં આશીર્વાદ લેવા ગયા અને તેમણે તેના તપોબળથી મિનળદેવીને કષ્ટમુકત કર્યા.
રાણીને બાળકનો જન્મ થયો આ બાળક એટલે સિધ્ધરાજ મિનળદેવીએ આ ઘટનાની યાદમાં વિરપુરમાં વાવ બંધાવી જે આજે પ્રસિધ્ધ મિનળવાવ તરીકે ઓળખાય છે.
જલારામબાપાના મંદિરના મુખ્ય દરવાજાની જમણી બાજુ ખુણા પર સિધ્ધપુરૂષ વિરપરાનાથની સમાધિ આવેલી છે. આમ મોટાનગરમાંથી ઉજજડ ટીંબા બનેલા અને સિધ્ધપુરૂષના સાંનિધ્યમાં ટીંબાની જગ્યાએ વસેલું નગર એટલે વિરપુર. પરંતુ ભજન અને ભોજનનો મહિમા જગાવનાર સંત શ્રી જલારામબાપાના નામથી વિરપુર વધુ પ્રખ્યાત છે અને વિરપરાનાથની સમાધિ આજે પણ મૌજુદ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
