<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જલારામબાપાના હસ્‍તાક્ષર

 

ચત્રભુજ શ્રી ગજીન્‍દ્ર સમરત છે. સ્‍વસ્‍તનશ્રી અમરેલી શુભસ્‍થાને સર્વે ઉપમા લાયક ભાઈશ્રી પાંચા કાળા વસરામના પરિવારની ચરણજીવી હોજો. એતાન શ્રી વીરપુરથી લી. ભગત જલારામના રામ રામ વાંચજો.

બીજું લખવા કારણ એ છે જે તમારો કાગળ ૧ ઠા. પીતાંબર જેઠા સાથે આવતા પોચયો છે. ઠા.પીતાંબરે બધી વાત કરી છે તમે સૌ મૂંઝાવ છો તે મુંઝાવા દેવા નઈ. તમારે શ્રી ઠાકોરજીનો ભરોસો સત દાનત ૧ રાખવી શ્રી ઠાકોરજી સરવ વાતની સંભાળ રાખશે. ભાઈ વશરામ રાજી થાઓ એમ કરજો. તમારા ઠાકોરજી તમ ભેળા છે તેને રાખવા ને એ ઠાકોરજી સરવ વાતે રૂડું કરશે. જેઓ સમરત એ ઠાકોરજી તમારી પાછળ છે તે જાણજો. સવંત ૧૯૩૪ ના પોષ વદી ૫ વાર શની દઃ ભગત પોતાના છે.

(12:13 PM IST)