<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કાલે પૂ. જલારામ બાપાનો પ્રાગટય દિનઃ જુદા જુદા પ્રસંગોની છણાવટ

પૂ.જલારામ બાપાની સાથે તેમના ધર્મપત્‍ની પૂ. વિરબાઇ માતા પણ સુખ-દુઃખમાં સાથે ચાલીને ‘જયાં ટુકડો ત્‍યાં હરી ઢુકડો'ના જીવનમંત્રને સાર્થક કર્યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૭: ‘જયાં ટુકડો ત્‍યાં હરી ઢુકડો'ને પોતાનો જીવનમંત્ર બનાવનાર અને આ જીવનમંત્રને પુ. જલારામ બાપાની ધર્મપત્‍ની વિરબાઇ માતાએ પણ પુ. જલારામ બાપાની સાથે જ ઉભા રહી તેમના પગલે ચાલ્‍યા તેવા વિશ્વ વંદનીય પુજય જલારામ બાપાની રરપ માં પ્રાગટય દિન આવતીકાલે છે ત્‍યારે સમગ્ર વિશ્વમાં અનેરો ઉત્‍સાહ છે અને પુ. બાપાની જન્‍મ જયંતીની ઠેર ઠેર ઉજવણી થશે.

પુ.બાપાની રરપ મી જન્‍મ જયંતિ ઉપર જેતપુરના ડો.યોગેશ વસાણીના સંકલનથી પુ.બાપાના જીવન ઝરમર વિશે રસપ્રદ માહિતી આજે આપી છે. જેમાં બાપા ઉપર પડેલ મુશ્‍કેલી, દુઃખ, વ્‍યાજે રૂપીયા પણ લીધા તે વિગતો બાપાની જન્‍મ જયંતિ નિમિતે જુદા જુદા પ્રસંગોની છણાવટ કરવામાં આવી છે.

ચાલો આજ જલારામ બાપા અને યોગીજી મહારાજ ના કૌટુબીક સબંધ જાણીએ

બાબરા તાલુકાના કોટડાપીઠા ઞામે રહુતા અબજી ભગત વસાણીને ચાર દીકરા હતા. મોટા દીકરા મીઠા ભગત વસાણી એમના દીકરા ગોવિંદ ભગત એમના દીકરા લવજી ભગત.

લવજી ભઞતના લગ્ન પુ.જસુમા સાથે થયેલ એમના દીકરા ભક્‍તિરામ ભગત આ ભક્‍તિરામ ભગત સાથે જલારામબાપાના દીકરી જમના બેનના લગ્ન થયેલ આ જમના બેન અને ભક્‍તિરામના ભક્‍તિ પરાયણ દીકરા કાળારામ ભગત વસાણી.

કાળારામના દીકરા હરિરામ ભગતને જલારામ બાપા એ દતક લીધા હતા અને તેઓ વીરપુર મંદિરના પ્રથમ ગાદીપતિ બન્‍યા.

એમના દીકરા ગિરધરરામજી ભગત અને એમના દીકરા જયસુખરામ ભગત અને જયસુખરામજીના દીકરા રઘૂરામજી હાલ વીરપુર ના ગાદી પતિ છે.

અબજી ભગત વસાણીના નાના દીકરા હરભમ ભગતના દીકરા કાનજી ભગત અને કાનજી ભગતના દીકરા જેઠા ભગત એ કોટડા થી ધારી રહેવા ગયા એમના દીકરા વીરજી ભગત અને વીરજી ભગતના દીકરા દેવચંદ ભગત વસાણી, દેવચંદ ભગતના દીકરા એટલે સ્‍વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત યોગીજી મહારાજ

સંકલન

 

ડો.યોગેશ વસાણી

અમરનગર-જેતપુર

 

પુરક માહિતી

વિજય વસાણી-આટકોટ

 

જલારામબાપાનાં દિકરી જમનાબેનનાં પરચા

સરપદડની બાજુમાં ભાયુના દોમડા ગામની સીમમા વિરપુર વાળા શ્રી બાલાજી હનુમાનની જગ્‍યાં આવેલ છે આ જગ્‍યાં વિશે જાણીએ તો વિરપુર જલારામબાપાનાં દિકરી જમનાબેને દાનમા એક ગાય ભાયુનાં દોમડા ગામે એક પરિવારને આપેલ.

આં ગાયને રોજ ચરાવા માટે ભરવાડ સાથે એ પરીવાર મોકલે પણ સાંજે ઘરે આવી ગાય દોહવા બેસે તો દૂધ ન આપે આવું જાજા દીવસ થતાં એ પરીવારે ભરવાડને ઠપકો આપ્‍યો કે તમે ગાય દોહી લો છો તો ભરવાડે નાં પાડી કે અમો દૂધ લેતાં નથી.

બીજાં દિવસે દૂધ કોણ દોહી લે છે એ તપાસ કરવા એ પરીવાર અને ભરવાડ સંતાઈ ને તપાસ કરવા પાછળ ગયાં તો એ જમનાબેનની ગાય વગડામા આવેલ હનુમાનની મુર્તિ ઉપર ઉભી રહી અને આપો આપ દૂધની ધારાઓ મુર્તિ ઉપર વહેવા લાગી.

ગામમાં આ વાતની ખબર પડતાં ત્‍યાં મંદીર બનાવ્‍યું અને પરિવારને પૂછયું કે આ ગાય આપને કયાંથી મળેલ છે તો કહે મને વિરપુર જલારામબાપાનાં દિકરી જમના બેને દાન પેટે આપેલ છે આ વાત ની જાણ વિરપુર કરતાં જમનાબેન હનુમાનજી અને આં કામધેનુ નાં દર્શને આવેલા ત્‍યારથી આં ચમત્‍કારી હનુમાનજી મંદિરને વિરપુર વાળા શ્રી બાલાજી હનુમાન ની જગ્‍યાંનુ નામ પડેલ.હાલમા આ હનુમાનદાદા કટારિયા પરીવાર કુળદેવ તરીકે પૂજે છે. (૪.૨૦)

 

 વિરપુરનાં પ્રથમ ગાદીપતિ શ્રી હરિરામભગત વિષે થોડી માહિતી

જલારામબાપા ઢોલિયે બાજુમા જે બિરાજે છે એ હરિરામજી ભગત એ ચાર વેદ ના જાણકાર અને ત્રિકાળ જ્ઞાની અને ભક્‍તિ પારાયણ હતા.

બાલપણમાં સ્‍કૂલે જતા હતા ત્‍યારે જલારામબાપાએ એને બાજુમાં બોલાવી ખોળામા બેસાડી પોતાના મોઢામાં રહેલ પ્રસાદ માંથી કણક બાળક હરિરામને ચખાડી ત્‍યાજ એ ચારેય વેદ મોઢે થઈ ગયેલ હરિરામ ભગતએ કાળારામ ભગત વસાણીના દીકરા હતા કાળારામએ ભક્‍તિરામભગત વસાણી અને જલારામબાપાના દીકરી પૂજ્‍ય જમનાબેનના દીકરા હતા અને ભક્‍તિજીરામ ભગત પૂજ્‍ય જસુમા કોટડાપીઠા વાળાના દીકરા હતા.

 આમ ભાણેજ કાળારામના દીકરા હરિરામ ભગત વસાણીને જલારામ બાપાએ દતક લેતા એ વસાણી માંથી ચાંદ્રાણી થયા અને વીરપુરના ઙ્કથમ ગાદીપતિ થયા.

 હરિરામ ભગતના દીકરા ગિરધરરામજી ભગત અને ગિરધરબાપાના દીકરા જયસુખ રામજી ભગત અને જયસુખબાપાના દીકરા રઘુરામજી ભગત હાલ વીરપુરના ગાદી પતિ છે.

મહત્‍વ નુ અને ધ્‍યાન આકર્ષક બાબત એ છે કે જલારામબાપાના આ પરિવારજનો કયારેક ગાદીએ બેસી કોઈને પગે લાગવા નથી કે પૂજન કરવાં દેતા નથી ફક્‍ત મંદિરમાં રામજી ને અને જલાબાપાની જગ્‍યા અને એજ ગાદી પતિ એવું કહે છે અમે તો ફક્‍ત બાપાના વ્‍યવસ્‍થાપક તરીકે સેવાજ આપીએ છીએ. (૪.૨૦)

શ્રી જલારામ બાપા નો ટૂંકમા પરીચય

જન્‍મ તારીખઃ ૦૪/૧૧/૧૭૯૯, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત ૧૮૫૬ ના કારતક સુદ સાતમ, સોમવાર,

(ભગવાન રામ નો જન્‍મ પણ અભિજીત નક્ષત્ર માં થયેલ)

.પૂર્વ જન્‍મઃ પૂર્વ જન્‍મ નામ જાલા ભગત (રબારી) ગામ મેસરિયા

*માતા : શ્રી રાજબાઈ ઠક્કર

* પિતા : શ્રી પ્રધાન ઠક્કર (ચાંદ્રાણી)

* જન્‍મ સ્‍થળ : ગામ વિરપુર

*જનોઈ સંસ્‍કારઃ સંવત ૧૮૭૦

* લગ્ન : સંવત ૧૮૭૨ , આટકોટ ના શ્રી ઙ્કેમજીભગત સોમૈયાની સુપુત્રિ શ્રી વીરબાઇમાં સાથે

* પત્‍ની : શ્રી વીરબાઈમાં

*ભાઈઃ બે, બોઘાભગત, દેવજી ભગત,

* બેનઃ ત્રણ, નાની બેન સંતોકબેન (મીઠુ મીઠુ બોલતા એટલે સાકરબેન બાપા કહેતા) કોટડાપીઠા ધનજીભાઈ વસાણી સાથે પરણાવેલ, સાકરબેન ધર્મ પરાયણ હતા અને જલારામ બાપા ને ખુબ વ્‍હાલા હતા

* થમ પરચોઃ સંવત ૧૮૭૩

* ચાર ધામ યાત્રાઃ સંવત ૧૮૭૪

* જલાબાપા કાકા વાલજીભાઈ ની દુકાને બેસતા

* ગુરુઃ ફતેપુર અમરેલીના ભક્‍ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

* ગુરુ મંત્રઃ રાં રામાય નમઃ

* મહામંત્રઃ દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ, ભૂખ્‍યા ને અન્ન આપો એ જ મહામંત્ર

* સદાવ્રતનો ઙ્કારંભઃ સંવત ૧૮૭૬ મહા સુદી ૨ તારીખ ૧૭/૧/૧૮૨૦ સોમવાર ના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી

*બાપા નુ બિરુદ ઙ્કાપ્તઃ સવંત ૧૮૭૭

* જલા સો અલ્લા કહેવાયા : સવંત ૧૮૭૮

* સવંત ૧૮૮૧ વિરપુર રાજવી એ જલારામબાપાને બે સાંતીની જમીન સદાવ્રત માટે આપી જલાબાપાં અને વીરબાઈમાં ખેતી કરી દાણા ભેગા કરતાં અને સદાવ્રત ચલાવતા.

* બાપાના ભક્‍ત ભીમાણીને ગંગા જમના નાહવા જાવુ તું તો રાત્રે મધ્‍ય રાત્રિ એ સફેદ સાડીમા સજ્જ ગંગા જમના આવી ઘડા ભરી ગયા જે ઘડા હાલ મંદિર મા છે.

* કહેવાય છે કે મંદિરમાં ગોપીચંદ અને ભર્તુહરિ પણ સદાવ્રતમા ઙ્કસાદ લઈ ગયા છે.

* ધર્મના બેન અને બાપાના વેવાઈ પુજ્‍ય જસુમા અનંત યાત્રા એ પધાર્યા ત્‍યારે સ્‍વર્ગસ્‍થ પાલખીમા બિરાજતા પુજ્‍ય જસુમા સાથે વાતો કરેલ

*જલાબાપાના સ્‍વર્ગવાસ પછી ગલાલબેનને ભંભલી મા પાણી લાવી બાપા એ પોતાના હાથે પીવડાવ્‍યું.

* સ્‍વર્ગવાસ પછી ટીલિયાભાઈને કહ્યું આવવું છે સ્‍વર્ગ માંથી વિમાન આવ્‍યું છે તમે કહ્યા કરતા એટલે લેવા આવ્‍યો છું

* સંવત ૧૮૮૬ સાધુ સ્‍વરુપે ભગવાન આવ્‍યા વીરબાઇમાંની માંગણી કરી છેવટે ઙ્કઝોળી ધોકોઙ્ઘ આપ્‍યા.

*સંવત :-૧૯૦૧ જામનગર મહારાજા રણમલજીના દરબાર માં બાપાના હાથે વષા દાન વષાો ખુટયા જ નહી.

*સંવત :-૧૯૩૪ થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીયો બાપાની લાકડીના સ્‍પર્શથી અનાજથી ભરાઇ ગઇ.

* સંવત :-૧૯૩૫ કારતક વદી નોમ સોમવાર તારીખ-૧૮/૧૧/૧૮૭૮ વીરબાઇમાંનો વૈકુંઠ વાસ.

* સંવત :-૧૯૩૭ મહા વદી દશમ બુધવાર તારીખ-૨૩/૦૨/૧૮૮૧ ભજન ગાતા ગાતા ૮૧ માં વર્ષે શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.

* સંતાન :- એક દીકરી, નામઃ જમનાબેન.

જમનાબેન ના લગ્ન કોટડાપીઠા મુકામે એ વખતે સૌરાષ્‍ટ્રની મીરાબાઈ કહેવાતા પુજ્‍ય જસુમાના દીકરા ભક્‍તિરામ વસાણી સાથે થયા.

ર્ંઙ્ઘથમ ગાદીપતિઃ ભકતિરામ અને જમનાબેનના દીકરા કાળાભગત વિરપુર રહેતા કાળાભગત વસાણી અને દેવબાઇના દીકરા હરિરામ ભગતને તેર વર્ષની ઉમરે સવંત ૧૯૩૭ ફાગણ સુદ સાતમ શુક્રવારના રોજ ગાદી પતિ થયા, જલારામ બાપા એ ભાણેજના દીકરાને દતક લીધા ત્‍યારથી હરિરામ ભગત વસાણીમાંથી ચાંદ્રાણી થયા અને વિરપુરના ઙ્કથમ ગાદીપતિ.

હાલના ગાદીપતિઃ હરીરામભગતના ગિરધરરામ ભગત અને ગિરધરરામજીના જયસુખરામ ભગત અને જયસુખરામજીના વંશજ રઘુરામજી જે હાલ વિરપુર ના ગાદીપતિ છે.પૈસા લેવા નુ બંધઃ વિશ્વ મા એક માત્ર મંદિર જ્‍યા તારીખ ૦૯/૦૨/૨૦૦૦ થી પૈસા ભેટ લેવાનું સદંતર બંધ કરેલ છે.

ર્ં હાલ વિરપુર માં પૂજ્‍ય જસુમાના વંશજ અને બાપાના દીકરીના દીકરાનો પરિવાર ગાદી પર છે,જેમને પૂજ્‍ય બાપાએ શાષાોક્‍ત વિધિ મુજબ દત્તક લીધા હતા.

(12:17 PM IST)