<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જામનગરમાં સામુહિક દુષ્‍કર્મ પ્રકરણમાં આરોપીઓના રિમાન્‍ડની તજવીજઃ અન્‍ય શખ્‍સોની સંડોવણી ?

ઘરકામ કરવા આવતી યુવતીના ન્‍યુડ ફોટા પાડીને બ્‍લેકમેઇલ કરીને ૩ વિધર્મીઓએ દુષ્‍કર્મ આચર્યૂ'તુ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૮ : જામનગરમાં સામુહિક દુષ્‍કર્મ પ્રકરણમાં આરોપીઓના રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ અન્‍ય કોઇની સંડોવણી છે કે નહી ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સીટી એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે.  દિવાળીના તહેવારો દરમિયાન બ્‍લેકમેલ કરી યુવતી  પર ત્રણ  શખ્‍સોએ દુષ્‍કર્મ આચર્યુ હતુ. (૧) હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ શેખ સીપાઇ જાતે. મુસ્‍લીમ ઉવ ૪૦ ધંધો ખેતી રહે.ઘાંચી ખડકી વહેવારીયા મદ્રાશા પાસે ભમરીયા કુવા પાસે જામનગર  (૨) હમીરખાન જાફરખાન જરવાર જાતે મુસ્‍લીમ ઉવ ૪૧ રહે. મોરકંડા રોડ સનસીટી-૨ રોશનશા  પીરની દરગાહની બાજુની શેરીમા જામનગર (૩) ફૈઝલ લતીફભાઈ ઈયલ જાતે દરવાન મુસ્‍લીમ ઉવ રર ધંધો રી.ડા. રહે. ઘાંચીની ખડકી વહેવારીયા મદ્રાસા પાસે ભમરીયા કુવાની બાજુમાં જામનગરની સામે ગુનો દાખલ કર્યો છે.

આ કામેના ફરીયાદી આરોપી હુશેન ગુલમામદ ના મકાને ઘરકામ કરવા જતી હતી ત્‍યારે ફરીયાદી બાથરૂમમાં ન્‍હાતા હતા ત્‍યારે ચોરી છુપી રીતે આરોપી હુશેને પોતાના મોબાઇલ ફોનમાં ફરીયાદી ના ન્‍યુડ વિડીયો - ફોટા બનાવી/પાડી લઇ ફરીયાદીને બતાવી બ્‍લેક મેઇલ કરી અવાર-નવાર બળત્‍કાર કરેલ અને ત્‍યાર બાદ આરોપી હુશેન ગુલમામદ, તથા હમીરખાન ઉર્ફે ખાનભાઇ જાફરખાન જરવાલ અને ફૈઝલ ઉર્ફે કારાભાઇ લતીફ દરવાન એ આ કામના ફરીયાદીને બ્‍લેક મેઇલ કરી જુદી-જુદી જગ્‍યાઓ એ લઇ જઇ બળજબરીથી  સામુહિક બળત્‍કાર ગુજારેલ હોય તેમજ આરોપી હુશેને ફરીયાદીને ફોટા અને વીડીઓ વાયરલ કરવાની ધાક-ધમકીઓ આપી પોતાના મોટા થાવરીયા ગામ તરફ જતા આવેલ અસદ નામના ફર્મે લઈ જઈ અવાર-નવાર મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી બળત્‍કાર ગુજારી ગુન્‍હો આચરેલ હતો.

(1:37 PM IST)