News of Thursday, 7th November 2024
જામનગરમાં કાલે પૂ. જલારામબાપા જન્મ જયંતિએ રઘુવંશી સમાજનું સમુહ ભોજન
પૂ. જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઇ લાલ સહિતની આગેવાનીમાં ભવ્ય આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૦૭: ‘‘છોટી કાશી'' જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ૨૨૫મી જલારામ જયંતિ અવસરની ઉજવણી અંતર્ગત યોજતા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમૂહ મૂહ ભોજન(નાત) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન.
સંતશિરોમણી પ.પૂ. જલારામબાપાની ૨૨૫મી જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિતના કાર્યક્રમોની તૈયારીઓ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ નવનિયુક્ત જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા દ્વારા ઉત્સાહભેર ‘‘જલારામનગર'', એમ.પી.શાહ કોમર્સ કોલેજના મેદાન પર પૂરજોશમાં ચાલી રહી છે.
વધુમાં દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે જલારામ જયંતિના દિવસે સમૂહ ભોજન સ્થળે ખાસ E-KYC કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેને E-KYC અપલોડ કરાવવાના હોય તેઓએ તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અસલ તથા એક ઝેરોક્ષ તેમજ રજીસ્ટડ મોબાઈલ નંબર સાથે રાખી આ કેમ્પમાં ભાગ લઈ શકશે.

(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
