News of Thursday, 7th November 2024
વિસાવદર પોલીસ સ્ટેશનમાં ‘‘ત્રણ વાત તમારી ત્રણ અમારી'' વિષય પર જુનાગઢ એસ.પી. મહેતાનું વક્તવ્ય
ડી.વાય.એસ.પી. નિકિતા શિરોયા, શહેર તથા ગ્રામ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૭ : વિસાવદર પોલીસ સ્ટેશનના પરિસરમાં પી.આઇ. આર.એસ.પટેલ તેમજ પી.એસ.આઇ. આર.એસ.ડામોર આયોજિત ‘‘ત્રણ વાત તમારી, ત્રણ અમારી'' બેઠકમાં શહેરીજનો તથા ગ્રામ્યજનોની ઉપસ્થિતિ વચ્ચે પ્રશ્નોની ચર્ચા, નિરાકરણ, લોક જાગળતિ અને લોક સહયોગની બાબતો ઉપર જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા મેડમ શ્રી નિકિતા શિરોયાની ઉપસ્થિતિ વચ્ચે મનનીય બેઠકનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ પી.આઈ શ્રીએ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતો તથા મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ પી.આઈ. પટેલ એ એસ.પી. શ્રીહર્ષદ મહેતા તથા પી.એસ.આઇ. શ્રીડામોર એ ડી.વાય.એસ.પી. નિકિતા શિરોયાને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરેલ. બાદ આર્યસમાજ વતી સંસ્થાના કાર્યકર્તાઓએ આમંત્રિત બંને અધિકારીઓને પુસ્તક અર્પણ કરેલ.
ત્યારબાદ ઉપસ્થિત શહેર તથા ગ્રામ્ય પ્રતિનિધિઓએ કાયદો અને વ્યવસ્થા બાબતે એસ.પી.શ્રીને રજૂઆતો કરેલ પ્રત્યુત્તરમાં એસ.પી. હર્ષદ મહેતાએ પોતાના જ્ઞાનસભર વિચારો સાથે ડ્રગ્સ, વ્યાજખોર, સી.સી.ટી.વી. કેમેરા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સામાજિક પ્રશ્નો, હેલ્મેટ રક્ષણાત્મક કવચ, યુવાન વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓની જાગળતતા જેવા વિષયો ઉપર વિસ્તળત છણાવટ કરી. આપણી જાગળતતાથી કેવું સુંદર પરિણામ આવે છે તે વિશે મનનીય ચર્ચાઓ કરી. તમામ સમાજના લોકોને જાગળતતા સાથે સહયોગ આપવા અનુરોધ કરેલ. કારણ આજે આપણા યુવાનો ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોના સેવનથી બરબાદી તરફ જઈ રહ્યા છે.
આજે વ્યસન મુક્તિના અભિયાનો ચલાવવા પડશે તેમજ સમાજમાં પ્રસરેલી બદીઓ અને દૂષણો ડામવા આપણે કટિબદ્ધ બનવું પડશે. ડ્રગ્સ બે રીતે પ્રસરે છે બીજા રાજ્યોમાંથી અભ્યાસર અર્થે આવતા વિદ્યાર્થીઓ વ્યસનના રવાડે ચડે છે, અન્ય મિત્રોને આવી ભયંકર પ્રવળત્તિઓમાં સામેલ કરે છે. અહીંથી બહાર ભણવા જતા વિદ્યાર્થીઓ કુસંગથી નશાઓ તરફ વળે છે વતનમાં પરત આવી ગ્રુપ પાર્ટીઓ કરે છે.
આ વિષય ચિંતાનો વિષય છે. ડ્રગ્સના લક્ષણોની વ્યક્તિમાં તત્કાલ અસર દેખાતી નથી. પરંતુ લાંબા ગાળે આંખોના પલકારા બંધ થઈ જાય, બહુ જ ઉજાગરાઓ કરી શકે, લીધા પછી ઉત્સાહ બેવડાય છે, નશો ઉતર્યા પછી તાાયુઓ શિથિલ થઈ જાય છે. ભૂખ ડાઉન થઈ જાય છે. હમણાં તાજેતરમાં સારા પરિવારના વિદ્યાર્થીઓ બરબાદીના રસ્તે જતા પકડાયા. ત્યારબાદ સીસીટીવી કેમેરાના ફૂટેજના માધ્યમથી ગુનાહિત કળત્યો કરનાર પર રોક લાગે છે. વધુમાં ઉપસ્થિત સરપંચઓને સજેશન કરેલ કે ખેતકામમાં બીજા રાજ્યોમાંથી આવનારા ખેત મજૂરો પાસેથી અવશ્ય આધાર કાર્ડ લઈ યોગ્ય રજીસ્ટર નિભાવવું જે ગુનાહિત -વળત્તિઓ કરવા જઈ રહેલા ગુનેગારોને જબ્બે કરવા કડીરૂપ બની ઉપયોગી નિવડશે. આ બાબતે સ્થાનિક પી.આઈ ને એસ.પી.શ્રીએ ગ્રામ્ય કક્ષાએ જઇ ખેડૂત મિત્રો સાથે વાર્તાલાપ યોજી જાગળતતા અને સહયોગિતા કેળવવા સૂચન કરેલ. વિશેષમાં પત્રકાર શ્રી સી.વી.જોશી એસ.પી.શ્રીને સજેશન કર્યું કે ભાવિ પેઢીની દિશા બદલવા અને જીવન મૂલ્યોના ઘડતર માટે આપશ્રી મોટીવેશન સ્પીકર તરીકે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા વિનંતી કરેલ.અને તે માટે શહેરના અગ્રણી શાંતિભાઈ ગણાત્રાએ શહેરની સંસ્થાના તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખવાની જીમ્મેદારી સંભાળેલ. જે જ્ઞાન ગોષ્ઠી સેમિનારનો એસ.પી.શ્રીએ સ્વીકાર કરેલ. જેથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે એસ.પી.શ્રીના જ્ઞાન સભર જીવન મૂલ્યો સાથેનો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં વિસાવદર શહેર તથા ગ્રામ્ય અગ્રણીઓ, દરેક સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ, વેપારી મહાજનો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.અંતમાં પી.એસ.આઇ. શ્રીઆર.એસ.ડામોર એ આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પત્રકાર શ્રી સી.વી.જોશી એ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાનોએ સારી એવી જહેમત ઉઠાવેલ.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
