News of Thursday, 7th November 2024
દિવાળીના મીની વેકેશન બાદ મોરબી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું, હરાજી

મોરબી : મીની વેકેશન બાદ આજે લાભ પાંચમથી હરાજી શરુ કરવામાં આવી હતી આજે મોરબી યાર્ડમાં કપાસની ૯૦૦૦ મણ આવક થઇ હતી અને ૧૪૫૦ થી ૧૫૫૦ સુધીના ભાવો બોલાયા હતા જયારે મગફળીની ૩૦૦૦ મણ આવક થઇ હતી જેના ૯૦૦ થી ૧૨૫૦ સુધી ભાવ બોલાયા હતા ઉપરાંત ઘઉં, ચણા, એરંડા અને કઠોળ સહિતની પરચુરણ આવક પણ થવા પામી હતી મોરબી ઉપરાંત વાંકાનેર અને હળવદ યાર્ડમાં પણ આજથી હરાજી શરુ થતા કપાસ અને મગફળી સહિતની જણસોની આવક શરુ થઇ હતી.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
