News of Thursday, 7th November 2024
લાલચ બુરી બલા હૈ.... શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચમાં ૫૦ લાખ ગુમાવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : શેર બજારમાં લોભામણી લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપીંડીના કિસ્સા સામે આવી ચુકયા છે તો સરકાર દ્વારા પણ જાહેરાતો કરવામાં આવે છે છતાં પણ લોભ લાલચમાં આવી જનાર માનવી વધુ નફો મેળવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ આઈ પી ઓ લાગેલ હોય અને રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપીને ૫૦ લાખ રૂપિયાની છેતરપીંડી આધેડ સાથે થઇ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ છે
મોરબીના શ્રીકુંજ સોસાયટી પ્લોટ ૧૭ માં રહેતા ભરતભાઈ ગોરધનભાઈ પાંચોટીયા એ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ભરતભાઈના વોટ્સઅપ નંબર પર આરોપીના વોટ્સઅપ નંબર ૮૪૫૭૮૪૪૫૨૧ તથા ૮૪૫૬૮૭૬૨૮૫ પરથી લીનક મોકલી હતી અને આ બંને વોટ્સઅપ નંબરની ઙ્કોફાઈલ ચેક કરતા તેઓનું નામ પ્રિયંકા કુમારી તથા શૌર્યમ ગુપ્તા જણવા મળ્યું હતું બાદમાં બંને વોટસઅપ નંબર પરથી શેર બજારમાં રોકાણ અંગેની ટીપ્સ મોકલતા બાદમાં શેર બજારમાં રોકાણ કરવા માટે ASTHA એપ્લીકેશનમાં અવાર નવાર રોકાણ કરતા હોવાથી એપ્લીકેશનમાં જુદી જુદી કંપનીના નવા આઈ પી ઓ શેર લાગેલ હોવાની વાત કરી રોકાણ કરેલ અને લાગેલ આઈ પી ઓ ના રૂપિયા પરત લેવા માટે મેસેજ કરેલ તો આરોપીઓએ ભરતભાઈનું લોગીન આઈ ડી લોક કરી દીધેલ બાદમાં વોટ્સઅપ ગ્રુપમાંથી એક્ઝીટ કરી દીધેલ અને ગુનાહિત કાવતરું રચી ભરતભાઈને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટું નામ ધારણ કરી શેર બજારમાં રોકાણ કરવાના બહાને ભરતભાઈના કુલ રૂપિયા ૫૦ લાખ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ભરાવી આજદિન સુધી પરત નહિ આપતા ભરતભાઈ એ ુદા જુદા વોટસએપ નંબર ધરાવતા આરોપીઓ સામે તપાસમાં ખુલે તેની સામે ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
