<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જામસાહેબને આરામ કરવાની ગંભીરતા પૂર્વક સલાહઃ શુભેચ્‍છકોને નહિ મળી શકે

જામસાહેબની નાદુરસ્‍ત તબિયત : સાજો થઇ જઇશ ત્‍યારે ફરી મળતા રહેશું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : જામનગરના જામસાહેબ શત્રુશૈલ્‍યસિંહજીની તબિયત બગડી છે. જામસાહેબને આરામ કરવા માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક સલાહ આપવામાં આવી છે. તેથી શકય હોય ત્‍યાં સુધી મુલાકાતીઓ અને ફોનકોલ્‍સથી દુર રહેવા સલાહ આપવામાં આવી છે. ક્ષમા ચાહું છું મિત્રો, પરંતુ હું કોશિષ કરીશ જયારે સાજો  થઇ જઇશ, ત્‍યારે ફરી મળતા રહેશું. તેમ જામસાહેબે જણાવ્‍યું છે.

(3:05 PM IST)