News of Thursday, 7th November 2024
ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓના આંદોલન મુદ્દે સાંજે સુખદ સમાચારની શક્યતા
સફાઈ કામદારોની માંગ અંગે પ્રાદેશિક પાલિકા નિયામક જિલ્લા કલેકટર અને sdm ચીફ ઓફિસરની આગેવાનીમા આંદોલનકારીઓ અગ્રણીઓ સાથે મુલાકાત સફળ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૭ : ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે જેમાં સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ થઈ રહી છે.
સફાઈ કામદારોની માંગ અંગે પ્રાદેશિક પાલિકા નિયામક જિલ્લા કલેકટર અને sdm ચીફ ઓફિસરની આગેવાનીમા આંદોલનકારીઓ અગ્રણીઓ સાથે મુલાકાત કરી છે.જે સફળ રહી છે.
આજે સાંજે આંદોલન અંગે સુખદ સમાચાર જાહેર થવાની શક્યતા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
