<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જામનગર: બોલેરો સ્ટાર્ટ કરી નીચે ઉતરતા અથડાઈ જવાથી ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત: જુઓ વિડિઓ

ચંગા ગામે નર્મદેશ કારખાનામાં વિચિત્ર અકસ્માતની ઘટના:એક યુવક બોલેરો પીક-અપ વાહન નીચે પડી જતા મોત થયું

જામનગરના એક કારખાનામાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયું છે. જેમાં એક યુવકનું મોત થયુ છે. એક યુવક પીક-અપ વાહન ચાલુ કરી નીચે ઉતરી જતા દરવાજા સાથે તેમજ અન્ય વસ્તુ સાથે અથડાઈ નીચ પડતા મોત થયું છે.

જામનગરના ચંગા ગામે નર્મદેશ કારખાનામાં અકસ્માતની ઘટના ઘટી છે. જ્યાં એક યુવક બોલેરો પીક-અપ વાહન સ્ટાર્ટ કર્યા બાદ તે માંથી નીચે ઉતરતા યુવક નીચે પટકાયો હતો. જેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બ્રિજેશ નામના યુવકનું મોત થયું છે.

  સમગ્ર ઘટનાના કારખાનામાં લાગેલા CCTVમાં કેદ થઈ છે. જે વીડિયોમાં જોઈ શકાય છે. બે યુવક પીક-અપ વાહનમાં સામાન ભરે છે. ત્યારબાદ એક યુવક વાહન ચાલુ કરી છે અને ચાલુ વાહનમાંથી તે ઉતરે છે ત્યારે જ અચનાક પીક-અપ ગાડી ચાલે છે. જેનાથી નીચે પટકાયા છે અને આમ તેનુ કમકમાટી ભર્યું મોત થાય છે

(8:30 PM IST)