News of Friday, 8th November 2024
જામનગરથી હૈદ્રાબાદ-બેંગ્લોરની વિમાની સેવા થશે બંધઃ સુવિધા વધવાના બદલે ઘટી
મહાકાય કોર્પોરેટ કંપનીઓ-બ્રાસ ઉદ્યોગ-સંરક્ષણદળોની ત્રણેય પાંખના મથકો ધરાવતા આ મહાનગરને વિમાની સેવાનો વધુ લાભ મળવાના બદલે ઘટાડો કરાતાં વેપારી સંસ્થાઓ અને નેતાગીરી સામે સવાલ

જામનગર એવું મહાનગર છે જેની વિમાની સેવાની સુવિધા વધવાના બદલે ઘટી રહી છે. જામનગરથી હૈદ્રાબાદ-બેંગ્લોરની વિમાનીસેવા બંધ કરવા એર એશિયા કંપનીએ નિર્ણય કરીને જામનગરવાસીઓને નવા વર્ષની નવતર ભેટ આપી છે તેમ વ્યંગમાં કહેવાઈ રહ્યું છે. જામનગરની એર એશિયા કંપની દ્વારા હૈદ્રાબાદ- બેંગ્લોરની વિમાની સેવા ચાલી રહી છે તે આગામી તા. ૧૨ થી ૧૯ ડીસેમ્બર સુધી બંધ રહેશે તેવું સુમાહિતગાર સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ સૂત્રો મુજબ એ પછી તા. ૨૦ ડીસે. થી જામનગર-બેંગ્લોરથી વિમાની સેવા માત્ર સપ્તાહમાં ત્રણ દિવસ ચાલુ રહેશે. એ પણ તા. ૩૦ માર્ચ સુધી જ કાર્યરત રહેશે એ પછી એ સુવિધા પણ બંધ કરવામાં આવશે. આ રીતે કોર્પોરેટ હાઉસોના મહાકાય ઉદ્યોગો ઉપરાંત જામનગરમાં સંરક્ષણ દળોની ત્રણેય પાંખોના થાણાં છે અને શહેરનો બ્રાસ ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. છતાં જામનગરને વિમાની સેવાનો વધુ લાભ મળતો નથી અને જે છે તે પણ બંધ થઈ રહી છે ત્યારે શહેરના વેપાર-ઉદ્યોગ જગતની સંસ્થાઓ અને રાજકીય આગેવાનો સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
(1:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
