<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

કોટડાસાંગાણીના વેરાવળમાં કલેકટર તંત્રનું બુલડોઝર ધણધણ્‍યુઃ ૧૭ ગેરકાયદે બાંધકામોનો કડુસલો

સરકારી ખરાબામાં અંદાજીત ૨૧૦૦ ચો.મી. જગ્‍યામાં ખડકાયેલ દુકાનો, અન્‍ય દબાણોનું ડીમોલેશન કરી ૧.૨૩ કરોડની જમીન ખુલ્લીઃ મામલતદાર જી.બી. જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૮: રાજકોટ જીલ્‍લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામ પાસે સરકારી ખરાબાની અંદાજીત ૨૧૦૦ ચો.મી. જગ્‍યામાં ખડકાયેલ દુકાનો તથા અન્‍ય બાંધકામો તોડી રૂા.૧.૨૩ કરોડની જમીન ખુલ્લી કરવા કલેકટર તંત્ર દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ કલેકટર પ્રભવ જોષીના આદેશ અનુસાર અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૨ના માર્ગદર્શન મુજબ તા.૭ના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે આવેલ રાજકોટથી ગોંડલ જતા નેશનલ હાઇવેથી નજીક આવેલ સરકારી ખરાબાના જુના સ.નં.૩૦૫ની આશરે ૨૧૦૦ ચો.મી. જમીનમાં થયેલ અનઅધિકળત વાણિજયક દબાણો આશરે ૧૭ જેટલા વાણિજ્‍યક મોટી દુકાનો તથા અન્‍ય દબાણો પોલીસ તંત્ર અને જેસીબી મશીન સાથે રાખી દૂર કરવામાં આવેલ. દબાણ દૂર કરવામાં આવેલ જમીનની હાલની બજાર કિંમત આશરે રૂપિયા.૧.૨૩ કરોડ જેટલી જણાય છે.

દબાણ ખુલ્લું કરવાની કામગીરી મામલતદાર જી.બી.જાડેજા તથા સ્‍ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ તથા પીએસઆઇ જી.બી.જાડેજા અને તેમનો સ્‍ટાફ કાયદો વ્‍યવસ્‍થા જાળવવા હાજર રહયા હતા

(12:32 PM IST)