<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જામકંડોરણાઃ કાલથી બાલધા પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ

યમુના મહારાણીજીના અલૌકિક લોટી ઉત્‍સવ તથા માળા પહેરામણી મનોરથ સાથે વિવિધ ઉત્‍સવો દરરોજ ઉજવાશેઃ કથા દરમિયાન જયેશભાઈ રાદડીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૮ :.. જામકંડોરણા ખાતે તા.  ૯ ને શનિવારના રોજ નગર નાકા પાસે આવેલ ગણેશ મિલ ગ્રાઉન્‍ડ ખાતે પરમ ભગવતીય દાદા માધાભાઈ આંબાભાઈ બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ એવમ શ્રી યમુના મહારાણીજી ના અલૌકિક લોટી ઉત્‍સવ તથા માળા પહેરામણી મનોરથ નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે.

કથાના મુખ્‍ય મનોરથી વિપુલભાઈ કાંતિભાઈ બાલધાએ જણાવેલ કે જામકંડોરળા ના નગરનાકા આવેલ ગણેશ મીલ ગ્રાઉન્‍ડ ખાતે તારીખ ૯ ને શનિવાર થી તારીખ ૧૫ શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ એવંમ શ્રી યમુના મહારાણીજી ના અલૌકિક લોટી ઉત્‍સવ તથા માળા પહેરામણી નું ભવ્‍ય આયોજન અમારા બાલધા  પરિવારના પરમ ભગવતીય દાદાશ્રી માધાભાઈ આંબાભાઈ બાલધા તેમજ કાંતિભાઈ માધાભાઈ બાલધા તેમજ સુરેશભાઈ માધાભાઈ બાલધા તેમજ ગિરધરભાઈ માધાભાઈ બાલધા તેમજ વિપુલભાઈ કાંતિભાઈ બાલધા પરિવાર ના સંયુક્‍ત ઉપક્રમે ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે.

 જેમાં કથાના વ્‍યાસપીઠ પર પૂષ્ટિ માર્ગીય ભાગવત પ્રવક્‍તા શાષાી શ્રી હિરેનભાઈ કે ભટ્ટ ઉપલેટા વાળા બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

તેમજ કથા દરમિયાન પરમ પૂજ્‍ય ગોસ્‍વામી શ્રી વલ્લભ રાયજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્‍ય ગોસ્‍વામી શ્રી જયવલ્લભ લાલજી મહારાજ તેમજ પરમ પૂજ્‍ય ૧૦૦૮ વ્રજભૂષણ લાલજી મહારાજ તેમજ હરીરાયજી મહારાજ તેમજ વલ્લભરાઈજી મહોદય શ્રી તેમજ પુરુષોત્તમ લાલજી મહારાજ તેમજ નવનીત લાલજી મહારાજ તેમજ જય વલ્લભ લાલજી મહારાજ તેમજ ઉત્‍સવ રાયજી મહારાજ તેમજ બાલકળષ્‍ણ લાલજી મહારાજ તેમજ વલ્લભરાઈજી મહારાજ વિગેરે પુષ્ટિ સંપ્રદાયના વલ્લભ કુળના બાળકો પધારી આશીર્વાદ આપશે

શ્રીમદ ભાગવત કથા દરમિયાન તારીખ ૯ ને શનિવારના રોજ બપોરે ૪:૩૦ કલાકે કથાનો પ્રારંભ થશે અને બપોરે ૨:-૩૦ કલાકે વિશાળ પોથીયાત્રા મદન મોહન હવેલી ખાતેથી પ્રારંભ થશે તારીખ ૧૧ ને સોમવારના રોજ સાંજે ૫-૩૦ કલાકે નળષિહ જન્‍મ મહોત્‍સવ ઉજવવામાં આવશે તારીખ ૧૨ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વામન જન્‍મ ઉજવવામાં આવશે બાદ ૧૧-૩૦ કલાકે રામ જન્‍મોત્‍સવ ઉજવવામાં આવશે અને સાંજે ૫-૩૦ કલાકે ભવ્‍ય કળષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવવામાં આવશે તેમજ સાંજે ૫:૩૦ કલાકે ગોવર્ધન લીલા મહોત્‍સવ અને તારીખ ૧૪ ને ગુરુવારના રોજ રૂક્ષ્મણી વિવાહ સાંજે ૫-૩૦ કલાકે ઉજવવામાં આવશે તેમજ તારીખ ૧૫ ને શુક્રવારના રોજ સુદામા ચરિત્ર સવારે ૧૦-૩૦ કલાકે અને બપોરે ૧૨ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.

આ સાથે પરમ પૂજ્‍ય ગોસ્‍વામી ૧૦૦૮ વ્રજભૂષણ લાલજી મહારાજ એવમ પૂજ્‍ય ગોસ્‍વામી હરીરાયજી મહારાજ ની આજ્ઞાથી પૂજ્‍ય ગોસ્‍વામી વલ્લભભાઈજી મહારાજ જામનગરના મંગલ સાનિધ્‍યમાં તારીખ ૧૫ ને શુક્રવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે ગૌ. વા.સમીરકુમાર સુરેશભાઈ બાલધાના સમળતી માં શ્રી યમુના મહારાણી ની અલૌ અલૌકિક લોટી ઉત્‍સવ એવમ માળા પહેરામણી મનોરથ યોજાશે.

જેમાં તારીખ ૧૫ને શુક્રવારના રોજ બપોરે બે કલાકે ગીરીરાજ સ્‍થંભ સ્‍થાપના કરવામાં આવશે બપોરે ૩-૩૦ કલાકે લોટી ઉત્‍સવ એવમ માળા પહેરામણી મનોરથ યોજવામાં આવશે તેમજ સાંજે ૪-૩૦ કલાકે ના વચનામળત નો કાર્યક્રમ યોજાશે અને સાંજે ૫-૦૦ કલાકે હાલારી રાસ કીર્તન આયોજન કરવામાં આવેલું છે તમામ કાર્યક્રમો અને શ્રીમદ ભાગવત કથા નું સ્‍થળ શ્રી ગણેશ મીલ ગ્રાઉન્‍ડ નગરનાકા પાસે જામકંડોરણા ખાતે ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે

શ્રીમદ ભાગવત કથા દરમિયાન રાજકીય ક્ષેત્રથી રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા તેમજ રાજકીય છેત્રના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્‍થિત રહેશે.

તથા દરરોજ રાત્રિના વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં શનિવારે રાત્રે ૯-૦૦ કલાકે હાલારી રાસ તારીખ ૧૦ ને રવિવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે લતીપર ને રાસ મંડળી તેમજ તારીખ ૧૧ ને સોમવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે હાલારી રાસ કમલેશભાઈ બંગાળ વાળા ગ્રુપ દ્વારા તેમજ ૧૨ ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાક દેવ ગ્રૂપ રાજકોટ કળષ્‍ણ લીલા કાર્યક્રમ તેમજ તારીખ તેલ ને બુધવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ભવ્‍ય રાતોત્‍સવ દેવ ભટ્ટ  ગ્રુપ રાજકોટ દ્વારા યોજાશે તેમજ તારીખ ૧૪ ને ગુરુવારના રોજ રાત્રે હાલારી રાસ દિલીપભાઈ ભાલાળા ગામ ગ્રુપ દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

શ્રીમદ ભાગવત કથાનો દિવ્‍ય લાભ લેવા લોકોને જાહેર આમંત્રણ વિપુલભાઈ બાલધા બાલધા પરિવાર દ્વારા પાઠવેલ છે.

(12:00 PM IST)