News of Friday, 8th November 2024
વિરપુર (જલારામ)

દેશ વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જ્યંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર વાસીઓએ ઘેર ઘેર આંગણે અવનવી રંગોળીઓ કરવામાં આવી છે જેમાં પૂજ્ય જલારામ બાપાના જીવન ચરિત્રની રંગોળી બનાવાય હતી અને પૂજ્ય બાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી હતી, સ્થાનીક મહિલાઓએ જણાવ્યું હતું કે દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું તેમજ ફૂલહાર આસોપાલવના તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે,વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને આતશબાજી કરીને પૂજ્ય જલારામ બાપાના જન્મદિનના વધામણાં કરવામાં આવી રહ્યા છે. (તસ્વીરઃ અહેવાલ : કિશનસિંહ મોરબીયા- વિરપુર (જલારામ)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
